ક્યુંકી સાસ ભી કભી બહુથી 2: સ્મૃતિ ઈરાનીનું કમબેક
એકતા કપૂર ટીવી ઇન્ડસ્ટ્રીના સફળ નિર્માતા છે. એકતા કપૂરના હોમ પ્રોડક્શન હેઠળ કેટલાક ટીવી શોએ લાંબા સમય સુધી દર્શકોનું મનોરંજન કર્યું છે. ભારતની રાજનીતિમાં અત્યારે જે વખતે સશક્ત મહિલા નેતાઓની વાત થાય છે, ત્યારે સ્મૃતિ ઇરાનીનું નામ લોકોને ચોક્કસ યાદ આવે છે. ભાજપ નેતા સ્મૃતિ ઇરાનીને એકતા કપૂરના ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ શોએ વધુ લોકપ્રિયતા અપાવી હતી.
સ્મૃતિ ઇરાની થઈ લોકપ્રિય
‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ શોએ સ્મૃતિ ઇરાનીનું નામ તુલસી તરીકે ઘેર ઘેર જાણીતું કર્યું છે. આજે ફરી સ્મૃતિ ઇરાની એકતા કપૂરના શો ‘ક્યુંકી સાસ ભી કભી બહુથી -2’માં કમબેક કરવાની વાત ચાલી રહી છે. સ્મૃતિ ઇરાની એકતા કપૂરની ઓફિસ મળ્યા બાદ એવી અફવા શરૂ થઈ છે કે સ્મૃતિ આ ફરી ટીવી પર પુનરાગમન કરી શકે છે. વર્ષો પહેલા આવેલ ‘ક્યુંકી સાસ ભી કભી બહુથી’ ટીવી શોએ દર્શકોનો ખૂબ પ્રેમ મેળવ્યો હતો. આ સિરીયલના પાત્રો આજે પણ લોકોને યાદ છે.
ફરી ટીવી શોમાં કરશે કમબેક સ્મૃતિ ઈરાની
આ શોમાં સ્મૃતિ ઇરાની દ્વારા કરાયેલ તુલસી પાત્ર અને ગુજરાતી કલાકાર કેતકી દવે દ્વારા કરાયેલ દક્ષા ચાચીનું પાત્ર ખૂબ લોકપ્રિય થયું હતું. આજે પણ આ શો કેટલીક ટીવી ચેનલ પર બતાવવામાં આવે છે. તાજેતરમાં એકતાના ‘ક્યુંકી સાસ ભી કભી બહુથી -2’ અંગે નવું અપડેટ આવ્યું છે અને અનુપમા જેવી ફેમ અભિનેત્રી આ શોનો હિસ્સો બની શકે છે. એકતાના આ નવા શોને લઈને સ્મૃતિ ઈરાની અને અમર ઉપાધ્યાયે શૂટિંગ શરૂ કરી દીધી છે. સ્મૃતિ નેતા હોવાના કારણે Z+ સુરક્ષા સાથે શૂટિંગ કરી રહી છે.
અભિનેત્રીને લઈને સસ્પેન્સ
અનુપમા જેવી ફેમ અભિનેત્રીને આ શોમાં મહત્વપૂર્ણ ભૂમિકા માટે સંપર્ક કરાયો હોવાની વાત વેગવાળી ચર્ચાઓમાં છે. મીડિયામાં એવું ચર્ચાઈ રહ્યું છે કે ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી 2’ ના અંગે નિધિ શાહનો સંપર્ક કરાયો છે. જો કે આ મામલે હજુ પ્રોડકશન અથવા અભિનેત્રી તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હવે અનુપમાની કઈ ફેમસ અભિનેત્રી આ શોનો હિસ્સો બનશે તેને લઈને સસ્પેન્સ બન્યું છે. એકતા કપૂરની પાર્ટ-2 કયોંકી સિરીયલમાં ઘણા જૂના ચહેરાઓ પણ જોવા મળશે. આ યાદીમાં હિતેન તેજવાની, ગૌરી પ્રધાન, મૌની રોય, કરિશ્મા તન્ના, સંદીપ બાસવાના, શિલ્પા અગ્નિહોત્રી, રક્ષંદા ખાન, શક્તિ આનંદના નામ શામેલ છે.