– કેરિયર બનાવવા માટે આ ફિલ્મ પર આશા
– આમિર ખાનની “સિતારે ઝમીન પર” સાથે ટક્કર ટાળવા ફિલ્મની રીલિઝ એક મહિના મોડી કરાઈ
મુંબઈ: રાજકુમાર રાવ અને માનુષી છિલ્લર દ્વારા અભિનીત ફિલ્મ “માલિક” આવતા મહિને રીલિઝ થવાની છે. ફિલ્મનું ટીઝર તાજેતરમાં જ રીલિઝ કરાયું છે. એક નવા ગીતની પણ રાજકુમાર રાવે જાહેરાત કરી છે અને તેમણે પોતાની હિરોઈન તરીકે માનુષીને ઈન્ટ્રોડયૂસ કરી છે.
આ ફિલ્મ આ ચાલુ મહિનામાં રીલિઝ થવાની હતી, પરંતુ આમિર ખાનની “સિતારે ઝમીન પર” સાથે ટક્કર ટાળવા માટે ફિલ્મની રીલિઝ એક મહિના મોડી કરવામાં આવી છે.
આ ફિલ્મ એક ગેંગસ્ટરની જિંદગી પર આધારિત છે.
ફિલ્મમાં રાજકુમાર રાવ એક્શન દ્રશ્યો કરતું હોવાનું જાણવા મળ્યું છે. રાજકુમાર રાવ “સ્ત્રી” અને “ભૂલચૂક માફ” જેવી કોમેડી ફિલ્મોમાં વારંવાર જોવા મળી રહ્યા છે, પરંતુ આ ફિલ્મ દ્વારા તેઓ એક્શન હીરો તરીકે સ્થાપિત થવા માંગે છે. માનુષી માટે આ એક મહત્વની ફિલ્મ છે, કારણ કે અક્ષય કુમાર સાથેની “સમ્રાટ પૃથ્વીરાજ” ફિલ્મ ફલોપ થઈ જવાથી તેમની કારકિર્દી પર અસર થઈ છે.