કમલ હાસનની નવી ફિલ્મ ‘ઠગ લાઈફ’નું રિવ્યુ
કમલ હાસન દ્વારા અભિનીત ફિલ્મ ‘ઠગ લાઈફ’ (Thug Life) 5 જૂને રિલીઝ થઈ છે. ફિલ્મમાં કમલ હાસન સાથે સિલમ્બરસન ટીઆર, ત્રિશા, અભિરામી અને નાસિર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન કમલ હાસને ભાષાઓ પર કમેન્ટ કર્યાં જે વિવાદમાં મુકાયા.
ઠગ લાઈફની સ્ટોરી એક એન્કાઉન્ટરથી શરૂ થાય છે જેમાં કમલ હાસન એક ગેંગસ્ટર છે. ફિલ્મમાં ફ્લેશબેક બ્લેક એન્ડ વ્હાઇટમાં બતાવવામાં આવ્યું છે. મહેશ માંજરેકર ફિલ્મમાં ગેંગસ્ટર અને નેતા બંનેની ભૂમિકામાં છે. મહેશ માંજરેકરના ભત્રીજાની હત્યા પછી કમલ હાસન જેલમાં જાય છે અને સત્તા સિલમ્બરસનના હાથમાં આવે છે.
ત્રિશા કૃષ્ણન અને કમલ હાસનના સંબંધો પર ફિલ્મમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અલી ફઝલ પણ એક મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. ફિલ્મની સ્ટોરી સિલમ્બરસન અને કમલ હાસન વચ્ચેની સત્તાની લડાઈ છે.
‘ઠગ લાઈફ’ ફિલ્મ લાંબી છે અને ક્યારેક તે થકવી નાખે છે. સિલમ્બરસનને સ્પેસ ઓછો મળ્યો છે અને દિગ્દર્શક મણિરત્નમે નવી સ્ટોરીની અપેક્ષા હોવા છતાં ફિલ્મ જુનું ગેંગસ્ટર ડ્રામા જ બની છે.
કર્ણાટકમાં ‘ઠગ લાઈફ’ રિલીઝ નથી થઈ જેથી ફિલ્મને થોડું નુકસાન થયું છે. વિવાદ પહેલા ફિલ્મને ઓછી પ્રસિદ્ધિ મળી હતી, પણ વિવાદને કારણે તે સમાચારોમાં રહી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ અનુસાર લગભગ 12 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.