Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading:

ઓપરેશન સિંદૂર પર ફિલ્મ બનશે, પોસ્ટર રિલિઝ

Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » ઓપરેશન સિંદૂર પર ફિલ્મ બનશે, પોસ્ટર રિલિઝ

Entertainment

ઓપરેશન સિંદૂર પર ફિલ્મ બનશે, પોસ્ટર રિલિઝ

THE PRIME NEWS NETWORK
Last updated: May 10, 2025 5:28 am
THE PRIME NEWS NETWORK
Share
ઓપરેશન સિંદૂર પર ફિલ્મ બનશે, પોસ્ટર રિલિઝ
SHARE

ઓપરેશન સિંદૂર ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું

ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. 22 એપ્રિલે પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારતે શરૂ કરેલા ઓપરેશન સિંદૂર એ પાકિસ્તાનને હચમચાવી દીધું છે. ભારત સરકારનો આ બદલો દેશ માટે ગર્વની વાત છે. આ ક્ષણ ઇતિહાસના પાનાઓમાં રેકોર્ડ થશે અને તેને મોટા પડદા પર લાવવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યારે હવે તેના પર ફિલ્મ બનાવવા જઇ રહી છે. આ ફિલ્મનું ટાઇટલ પણ ઓપરેશન સિંદૂર છે અને તેનું પહેલું પોસ્ટર પણ રિલિઝ થઇ ચૂક્યું છે.

નિકી વિક્કી ભગનાની ફિલ્મ્સ અને ધ કન્ટેન્ટ એન્જિનિયરે ઓપરેશન સિંદૂર નામની નવી ફિલ્મ બનાવવાની સત્તાવાર જાહેરાત કરી છે, જે ઘાતક પહેલગામ આતંકવાદી હુમલા સામે ભારતના ઝડપી અને વ્યૂહાત્મક કાર્યવાહીથી પ્રેરિત છે. આ ફિલ્મ આ જ નામથી ભારતીય સશસ્ત્ર દળોના ઓપરેશન પર આધારિત છે, જેમાં 6 અને 7 મેની રાત્રે પાકિસ્તાનમાં નવ આતંકી લોન્ચ પેડને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં અનેક આતંકવાદીઓ માર્યા ગયા હતા.

ઓપરેશન સિંદૂરના પોસ્ટરમાં એક મહિલા સૈનિકના યુનિફોર્મમાં દેખાય છે. ફિલ્મના પોસ્ટરમાં મહિલા સૈનિકના ડાબા હાથમાં રાઇફલ છે અને જમણા હાથથી તે કપાળ પર સિંદૂર લગાવી રહી છે. પોસ્ટના બેકગ્રાઉન્ડમાં આર્મી ટેન્ક, કાંટાળા તારની વાડ, આકાશમાં ઉડતા ફાઈટર પ્લેન સાથે યુદ્ધ જેવી સ્થિતિ દેખાય છે. ફિલ્મના પોસ્ટરમાં હિંમત, બલિદાન અને દેશભક્તિ સ્પષ્ટ દેખાઈ રહી છે.

ફિલ્મના ટાઈટલની વાત કરીએ તો પોસ્ટર પર ઓપરેશન સિંદૂર બોલ્ડ અંદાજમાં બતાવવામાં આવ્યું છે. જેમાં પ્રથમ ‘O’ની જગ્યાએ સિંદૂરની ડબ્બી મૂકવામાં આવી છે. શીર્ષકની ઉપર તિરંગા સ્ટાઇલમાં ‘ભારત માતા કી જય’ પણ લખેલું છે.

ઓપરેશન સિંદૂર ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે હજી સુધી જાહેરાત કરવામાં આવી નથી. આ ફિલ્મનું દિગ્દર્શન ઉત્તમ મહેશ્વરી કરશે અને આ એક દમદાર ફિલ્મ બનવાની છે, જેના પર દરેક ભારતીયને ગર્વ થવાનો છે. નિક્કી અને વિકી ભગનાની આ પહેલા સોનાક્ષી સિન્હા સ્ટારર સાઇકો થ્રિલર ફિલ્મ ‘નિકિતા રોય’નું નિર્માણ કરી ચૂક્યા છે, જે દુનિયાભરમાં 30 મેના રોજ રિલીઝ થવાની છે.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article Trump Launches Paid Self-Deportation Program for Illegal Aliens Trump Launches Paid Self-Deportation Program for Illegal Aliens
Next Article Bollywood Actress Buys Private Island, Works With Akshay Kumar, Ajay Devgn, Salman Khan, Not Deepika Padukone, Alia Bhatt, Aishwarya Rai, Samantha, Nayanthara Bollywood Actress Buys Private Island, Works With Akshay Kumar, Ajay Devgn, Salman Khan, Not Deepika Padukone, Alia Bhatt, Aishwarya Rai, Samantha, Nayanthara
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

પ્રિયદર્શનની ફિલ્મમાં સૈફ સામે અક્ષય કુમાર વિલન બનશે
Entertainment

પ્રિયદર્શનની ફિલ્મમાં સૈફ સામે અક્ષય કુમાર વિલન બનશે

- ફલો સ્ટાર અક્ષયનો નવો પ્રયોગ - સાઉથની રીમેક ચાલતી ન હોવા છતાં પણ અક્ષય અને સૈફ જોખમ ખેડશે મુંબઈ:…

1 Min Read
markdown
## 'મારા મેનેજરે પણ મને 'જીસ્મ' ફિલ્મ કરવાની ના પાડી હતી...': એડલ્ટ મૂવી અંગે બિપાશા બાસુનો ખુલાસો
Entertainment

markdown ## ‘મારા મેનેજરે પણ મને ‘જીસ્મ’ ફિલ્મ કરવાની ના પાડી હતી…’: એડલ્ટ મૂવી અંગે બિપાશા બાસુનો ખુલાસો

બિપાશા બાસુ વિશે પૂરી માહિતીઅભિનેત્રી બિપાશા બાસુએ 2003માં આવેલી થ્રિલર ફિલ્મ 'જીસ્મ' કરી હતી, જેમાં તેમના તત્કાલીન બોયફ્રેન્ડ અને અભિનેતા…

2 Min Read
Cannes 2025: જેકલીન ફર્નાન્ડીઝે શેર કરી સ્પેશિયલ તસવીરો, કહી આ વાત
Entertainment

Cannes 2025: જેકલીન ફર્નાન્ડીઝે શેર કરી સ્પેશિયલ તસવીરો, કહી આ વાત

દુનિયાના સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલ 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ'માં દુનિયાભરના સ્ટાર્સ પોતાનું ટેલેન્ટ બતાવી રહ્યા છે. જેકલીન ફર્નાન્ડીઝે 'ફેસ્ટિવલ ડી કાન્સ'…

2 Min Read
અમિતાભ બચ્ચન: ફિલ્મી પરિવારમાં જાણો કેવી છે અન્ય સભ્યો! अमिताभ बच्चन : ફિલ્મી પરિવાર હોવા છતા આ સ્થિતિમાં છે પરિવારના અન્ય સભ્યો!
Entertainment

અમિતાભ બચ્ચન: ફિલ્મી પરિવારમાં જાણો કેવી છે અન્ય સભ્યો! अमिताभ बच्चन : ફિલ્મી પરિવાર હોવા છતા આ સ્થિતિમાં છે પરિવારના અન્ય સભ્યો!

કોણ છે અમિતાભ બચ્ચનના ભાઈ અજિતાભ અને તેમનો પરિવાર? અમિતાભ બચ્ચનના નાના ભાઈ અજિતાભ છે, જે એક ઉદ્યોગપતિ છે. તેમનાં…

1 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?