મુંબઈ એરપોર્ટ પર દિશા પટનીનું વાયરલ હાસ્ય: પાસપોર્ટ ભૂલી જતા મળ્યો યુ ટર્ન!
5 કલાક પેહલા
બોલિવૂડની બોલ્ડ અને બ્યુટીફુલ સ્ટાર દિશા પટની હમણાં જ ટ્રેન્ડિંગમાં છે, પરંતુ આ વખતે કોઈ ફિલ્મ કે લુકને કારણે નહીં, પરંતુ એરપોર્ટ પર બનેલી એક અજીબ ઘટના કારણભૂત છે. રવિવારે સવારે મુંબઈ એરપોર્ટ પર જે બન્યું તેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. હંમેશા સ્ટાઈલિશ અને આત્મવિશ્વાસથી ભરપૂર દેખાતી દિશા આ વખતે થોડી અસહજ જોવા મળી.
દિશા પટની એરપોર્ટ પર બેગી જીન્સ અને ફુલ સ્લીવ ટોપમાં ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. તેઓ કોઈ મુસાફરી માટે તૈયાર હતી. પરંતુ જ્યારે તે એન્ટ્રી ગેટ પર પહોંચી, ત્યારે અંદર જનારાને રોકવામાં આવ્યા. રિપોર્ટ્સ અનુસાર, દિશા પોતાનો પાસપોર્ટ લાવવાનું ભૂલી ગઈ હતી.
યુ-ટર્ન લેતી જોવા મળી દિશા
સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં દિશા એરપોર્ટ તરફ જતી જોવા મળે છે. પરંતુ થોડી જ પળોમાં તેઓ નિરાશ ચહેરા સાથે પોતાની કાર તરફ પાછી ફરતી જોવા મળે છે. જ્યારે એક ફોટોગ્રાફરે તેને પૂછ્યું- ‘શુ થયું?’ , તો દિશાએ હસતાં હસતાં ફક્ત એટલું જ કહ્યું, "કંઈ નહીં", અને પોતાની સીટ પર જઈને બેસી ગયા.
F1 ગ્રાન્ડ પ્રિકસમાં બતાવ્યો ગ્લેમર
તાજેતરમાં દિશા પટની મોનાકોમાં આયોજિત F1 ગ્રાન્ડ પ્રિકસ 2025નો ભાગ બની હતી. તેમણે ત્યાં બેકલેસ ટોપ અને બેગી જીન્સમાં બોલ્ડ સ્ટેટમેન્ટ આપ્યું હતું. હળવા લીલા રંગની બેગ અને ડાર્ક સનગ્લાસે તેમના લુકને વધુ ખાસ બનાવ્યો હતો. દિશાની આ ગ્લેમરસ તસવીરોએ સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી હતી.
નવી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’
દિશા પટની છેલ્લે તમિલ સુપરસ્ટાર સૂર્યા સાથે ‘કંગુવા’માં જોવા મળી હતી, જેમાં બોબી દેઓલે વિલનનો રોલ ભજવ્યો હતો. આ ફિલ્મ નવેમ્બર 2024માં રિલીઝ થઈ હતી. હવે દિશા ટૂંક સમયમાં મલ્ટિસ્ટારર એક્શન-કોમેડી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’માં જોવા મળશે.