- લાંબા ગાળે લોકો આવી વાતો યાદ રાખતા નથી
- દિલજીત દોસાંજના જવાથી ફિલ્મ અટકી નહિ પડે, કાસ્ટિંગમાં આવા ફેરફારો તો થયા કરે
મુંબઇ : ફિલ્મનિર્માતા અનીસ બઝમીએ કહ્યું છે કે દિલજીત દોસાજે 'નો એન્ટ્રી ટૂ' ફિલ્મ છોડી દીધી તેનાથી ફિલ્મને કોઈ ફરક નહીં પડે. તેણે કહ્યું કે ફિલ્મમાં ઘણી વખત કાસ્ટિંગ પર ફેરફાર થતો રહે છે, અને લાંબા ગાળે કોઈને યાદ નથી રહેતું કે મૂળે કોણ કરવાનું હતું।

બઝમીએ આગળ કહ્યું કે ફિલ્મ દર્શકો પાસે પહોંચે તે વખતે તેઓ સ્ક્રીન પર જેને જુએ તેની જ કામગીરીને વખાણે, અને મૂળ કલાકારો કોણ હતા તે વિચારવા માંડે તેવું થતું નથી. તેણે પણ પોતાની કારકિર્દીમાં આવા કેસો જોયા છે.

જાણકારોના મત મુજબ, દિલજીત દોસાજને ફિલ્મ સાઇન કરતી વખતે જે સ્ક્રિપ્ટ બતાવાઈ હતી, તેમાં પછીથી ઘણા ફેરફારો કરવામાં આવ્યા, જેના કારણે તેણે ફિલ્મ છોડી દીધી હતી. હવે આ ફિલ્મમાં અર્જુન કપૂર અને વરુણ ધવન મુખ્ય ભૂમિકા ભજવશે.