
– રડતાં રડતાં બોલ્યો, બોલીવૂડ ફેક છે
– બાબિલની ટીમનો ખુલાસોઃ તે હાલ માનસિક પડકારોનો સામનો કરી રહ્યો છે
મુંબઈ: દિવંગત અભિનેતા ઈરફાન ખાનના પુુત્ર બાબિલ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમાં તેણે અનન્યા પાંડે, અર્જુન કપૂર, શનાયા કપૂર, સિદ્ધાંત ચતુર્વેદી, આદર્શ ગૌરવ, રાઘવ જુયાલ સહિતના કલાકારો માટે બેફામ શબ્દપ્રયોગો કર્યા છે. આ વીડિયોમા ંતે રડતાં રડતાં સમગ્ર બોલીવૂડ ફેક છે તેવું પણ બોલી રહ્યો છે.