23 મેના રોજ એક્ટર મુકુલ દેવનું અચાનક અવસાન થયું, જેનાથી બધાને આઘાત લાગ્યો હતો
તેમના મોટા ભાઈ અને એક્ટર રાહુલ દેવે હવે આ દુ:ખદ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. રાહુલ દેવે કહ્યું કે- મુકુલના મૃત્યુનું કારણ ડિપ્રેશન નહોતું, જેમ કે ઘણા લોકો વિચારી રહ્યા હતા, પરંતુ તેમની ખરાબ ખાણીપીણીની આદત તેનું કારણ છે.
રાહુલ દેવે કહ્યું- ‘મુકુલને લગભગ આઠ દિવસથી આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો.’
આ પછી મુકુલ પોતાને વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરતો હતો: મુકુલ સતત કંઈક ને કંઈક લખતો રહેતો હતો, પરંતુ ધીમે ધીમે તે સમાજથી અલગ થઈ ગયો. તેને તેની પુત્રીની ખૂબ યાદ આવતી હતી અને તે તેના સ્વાસ્થ્યનું યોગ્ય ધ્યાન રાખી શકતો ન હતો.

મુકુલ દેવના મૃત્યુ પછી, ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે ડિપ્રેશનથી પીડાતો હતો.
રાહુલ દેવે દાવો કર્યો હતો, ‘જે લોકો હવે મુકુલ વિશે વાત કરી રહ્યા છે તેઓ ક્યારેય તેના સંપર્કમાં નહોતા. તેઓ કહી રહ્યા છે કે તેની તબિયત સારી નહોતી, પરંતુ તેણે તાજેતરમાં જ હાફ મેરેથોન પણ પૂર્ણ કરી હતી.
મુકુલ દેવ આ ફિલ્મોમાં જોવા મળ્યા હતા
મુકુલ દેવે 1996માં ‘દસ્તક’ ફિલ્મથી પોતાની મોટા પડદાની કારકિર્દીની શરૂઆત કરી હતી, તેમણે અન્ય ફિલ્મો જેવી કે વજૂદ, કોહરામ, યમલા પગલા દીવાના, સન ઓફ સરદાર, આર.. રાજકુમાર, વૉર છોડ ના યાર, ક્રીચર થ્રીડી, જય હો જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે પંજાબી, બંગાળી, તેલુગુ, કન્નડ, મલયાલમ જેવી પ્રાદેશિક ભાષાઓની ફિલ્મો પણ કરી હતી. તેમણે ‘પાગલપંતી’ નામની એક ગુજરાતી ફિલ્મ પણ કરી હતી.

ફિલ્મો ઉપરાંત તેમણે ટેલિવિઝન પર પણ ઘણું કામ કર્યું હતું.
તેમણે ઘરવાલી ઉપરવાલી, કહીં દિયા જલે કહી જિયા, કુટુંબ, ભાભી, કશિશ, કે. સ્ટ્રીટ પાલી હિલ, કુમકુમ, શશશ… ફિર કોઈ હૈ જેવી ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું. તેમણે પાંચેક વર્ષ પહેલાં ‘ઝી5’ પર આવેલી ‘સ્ટેટ ઑફ સીજઃ 26/11’ નામની વેબસિરીઝ પણ કરી હતી. હોલિવૂડની બે ફિલ્મમાં તેમણે ડબિંગ આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું હતું.