ખૂબ જ દુઃખદ સમાચાર છે. ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાના કઝીન મન્નારા ચોપરાના પિતાનું અવસાન થયું છે. મન્નારાએ પોતે આ માહિતી જાહેર કરી છે. આ સમાચાર સામે આવતાની સાથે જ ફેન્સ હેરાન અને દુઃખી થઈ ગયા છે. બધા મન્નારાના પિતા રમણ રાય હાંડાના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
મન્નારા ચોપરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે 16 જૂને તેમના પિતાનું અવસાન થયું.
તેમની પોસ્ટમાં આગળ જણાવ્યું છે કે, અંતિમ સંસ્કાર 18 જૂન 2025 ના રોજ બપોરે 1 વાગ્યે મુંબઈના સ્મશાનગૃહ અંબોલી અંધેરી વેસ્ટ, સીઝર રોડ, દત્તાગુરુ નગર, આઝાદ નગર, અંધેરી વેસ્ટ પર કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, રમણ રાય છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને તેમને દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા.
પ્રિયંકા ચોપરા અને પરિણીતી ચોપરા, મન્નારાની કઝીન સિસ્ટર્સ છે. આ સમાચાર લખાય ત્યાં સુધી કોઈએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. થોડા દિવસો પહેલા જ પ્રિયંકા ચોપરા ઈન્ડિયા આવી હતી. તેમના પિતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે કે નહીં તે જોવાનું રહેશે.
મન્નારા ચોપરા સલમાન ખાનના રિયાલિટી શો ‘બિગ બોસ’માં જોવા મળી હતી, જ્યાં તેમણે ખૂબ લાઈમલાઈટ મેળવી હતી અને ટોપ 5 માં સ્થાન પણ મેળવ્યું હતું. હાલમાં મન્નારા માટે આ ખૂબ જ મુશ્કેલ સમય છે. દરેક વ્યક્તિ તેમના પરિવારને સાંત્વના આપી રહ્યો છે.