અમદાવાદ પ્લેન ક્રેશ ની ઘટનાથી દેશમાં હડકંપ ફેલાયો છે. અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું જેથી 265 લોકોનું મોત થયું. આ ઘટના પછી ભારતમાં એરલાઇન્સની સલામતી માટે વધુ સખત નિયમો લાદવાના ભારતીય સિવિલ એવિએશન વિભાગ (DGCA) ના પ્રયત્નો છે. અમદાવાદ પ્લેન ક્રેશ પછી DGCA દ્વારા એરલાઇન્સ અને વિમાન ઉડાન પર મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એરલાઇન્સમાં સલામતી વધારવાના નિર્દેશ
DGCA એ ભારતીય એરલાઇન્સમાં સલામતી વધારવાના નિર્દેશ આપ્યા છે. દેશની તમામ એરલાઇન્સને લઈને DGCA દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ માર્ગદર્શિકાનો તાત્કાલિક અમલ કરવામાં આવશે. જેમાં 15 જૂનથી જ તમામ વિમાનોની ફરજિયાત તપાસ થશે. ઉડાન પહેલા બોઇંગ 787-8/9 વિમાનની તપાસ થશે. અમદાવાદ પ્લેન ક્રેશને લઈને હવાઈ મુસાફરી કરતા મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા આંતરાષ્ટ્રીય સંસ્થાઓએ તપાસ હાથ ધરી છે. એર ઈન્ડિયાની ફ્લાઇટ ક્રેશમાં 5થી વધુ સંસ્થાઓ તપાસ કરશે.
DGCA દ્વારા માર્ગદર્શિકા બહાર પાડી
વિમાનમાં પ્રવાસ કરતા મુસાફરોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને DGCAએ આ માર્ગદર્શિકા બહાર પાડી છે. આ માર્ગદર્શિકા મુજબ દરેક ફ્લાઇટના ડિપાર્ચર પહેલાં ફરજિયાત તપાસ થશે. આ તપાસમાં સુવિધા સર્વિસની કામગીરી ઉપરાંત ટેકનીકલ ખામી છે કે નહીં તેની તપાસ બાદ જ વિમાન ઉડાન ભરી શકશે. જેટ ફ્યુઅલ પરમિટિંગ મોનિટરિંગની તપાસ કરવાની રહેશે અને તેની સાથે સાથે જોડાયેલી સિસ્ટમની પણ તપાસ થશે. આ ઉપરાંત કેબિનમાં હવાના દબાણ, એન્જિન કંટ્રોલ સિસ્ટમના ટેસ્ટિંગ કરવાના રહેશે અને હાઇડ્રોલિક સિસ્ટમ અને ટેકઓફના માપદંડોની દૈનિક સમીક્ષા કરવાની રહેશે. તેમજ 2 સપ્તાહમાં પાવર ઇન્શ્યોરન્સ સ્ટેટ જરૂરી બનાવવામાં આવ્યા.