ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા અધીક્ષક ઈજનેર (વિદ્યુત), ગાંધીનગરની કચેરી હસ્તકની વાયરમેન વર્ગ-3ની 66 જગ્યાઓ માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 25 જૂન, 2025 ને છે.
ભરતીની મુખ્ય બાબતો:
- સંસ્થા: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
- વિભાગ: માર્ગ અને મકાન વિભાગ
- પોસ્ટ: વાયરમેન, વર્ગ-3
- જગ્યા: 66
- વય મર્યાદા: 18 થી 33 વર્ષ
- એપ્લિકેશન મોડ: ઓનલાઈન
- અરજી કરવાની છેલ્લી તારીખ: 25-6-2025
- ક્યાં અરજી કરવી: ojas.gujarat.gov.in
જગ્યાઓ વિગતે:
- બિન અનામત: 22
- આર્થિક રીતે નબળા: 6
- અનુ.જાતિ: 3
- અનુ.જન જાતિ: 21
- કુલ: 66
શૈક્ષણિક લાયકાત:
- વાયરમેન અથવા ઇલેક્ટ્રિશિયનનો ઓછામાં ઓછો બે વર્ષનો પ્રમાણપત્ર કોર્સ.
- કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન.
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન.
- લાઇસન્સિંગ બોર્ડ ઓફ એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ વિભાગમાં નોંધણી.
વય મર્યાદા:
- 18 થી 33 વર્ષ.
- મહિલા અને અનામત વર્ગના ઉમેદવારો માટે વયમાં છૂટછાટ.
પગાર ધોરણ:
- પ્રથમ પાંચ વર્ષ: ₹26,000 ફીક્સ પગાર.
- પછી સાતમાન પગાર પંચના (લેવલ-2) ₹19,900-₹63,200માં નિમણૂક.
અરજી કરવાની રીત:
- ojas.gujarat.gov.in પર જાઓ.
- કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરો.
- GSSSB ભરતી પર ક્લિક કરીને અરજી કરો.