ચારૂસેટ યુનિવર્સિટી, ચાંગામાં વુમન ડેવલપમેન્ટ સેલ (WDC) દ્વારા બીજીવાર માસ્ટરશેફ ચારૂસેટ સિઝનનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમની થીમ હતી “યોર ચોઈસ”. વિજેતાની પસંદગી લોકોના મતને આધારે કરવામાં આવી.
ત્રણ કલાક ચાલેલા આ કાર્યક્રમમાં ફેકલ્ટી અને નોન-ટીચિંગ સ્ટાફની 11 ટીમોએ ભાગ લીધો. દરેક ટીમે પોતાના સ્ટોલ પર કાઠિયાવાડી, સાઉથ ઇન્ડિયન, મેક્સિકન, મીઠાઈ અને ફ્યુઝન ફૂડની વાનગીઓ બનાવી. ટીમોએ રસપ્રદ નામ પસંદ કર્યા જેવા કે એડમીન કા તડકા, ફિઝિઓબાઈટ્સ, રસવંતી, તીન તાલી, સ્વાદ સુગંધ, ટાકો ટ્રીઓ અને ગ્રીલ માસ્ટર.
ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, સહમંત્રી મધુબેન પટેલ અને રજિસ્ટ્રાર ડૉ. અતુલ પટેલે સ્ટોલની મુલાકાત લઈ ટીમોને પ્રોત્સાહન આપ્યું. કાર્યક્રમના અંતે ફિઝિઓબાઈટ્સ ટીમને વિજેતા જાહેર કરવામાં આવી. સહમંત્રી મધુબેન પટેલના હસ્તે વિજેતા ટીમને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવી. બાકીની તમામ ટીમોને પણ વ્યક્તિગત ગિફ્ટ આપવામાં આવી.
WDC સેલના કન્વીનર ડૉ. ગાયત્રી દવેના માર્ગદર્શનમાં આ કાર્યક્રમનું આયોજન થયું. કાર્યક્રમને સફળ બनાવવામાં ઉત્પલા મહેતા, ડૉ. કીર્તિ મકવાણા, ડૉ. અનેરી પંડ્યા અને ધાત્રી રાવલનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું.