– અનિલ કપૂર અને વિક્રાંત મેસી આ ફિલ્મનો હિસ્સો હોવાની વાત અફવા માત્ર
મુંબઇ: નિતેશ તિવારીની રામાયણનું શૂટિંગ ચાલી રહ્યું છે. નિતેશ તિવારી ફિલ્મની સત્તાવાર જાણકારી આપતો નથી. તાજેતરની અપડેટ મુજબ, વિવેક ઓબેરોય આ ફિલ્મમાં વિદ્યુતજિહ્વાનો કિરદાર ભજવશે જે રામ અને રાવણની લડાઇમાં વિદ્યુતજિહ્વા તરીકે જોડાય છે. તાજેતરમાં એવી ખબર આવી હતી કે, અનિલ કપૂર અને વિક્રાંત મેસી આ ફિલ્મમાં હશે. પરંતુ આ વાત સાચી નથી. તેઓ આ ફિલ્મનો હિસ્સો નથી.
ધોરણો મુજબ, અનિલ કપૂર રાજા જનક અને વિક્રાંત મેસી મેઘનાદની ભૂમિકામાં હશે. ફિલ્મમાં રણબીર કપૂર શ્રી રામ, સાઇ પલ્લવી માતા સીતા, યશ રાવણ અને સની દેઓલ હનુમાન તરીકે હશે.