ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી અને કપ્તાન માઇકલ કલાર્કે વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગે એક નિવેદન આપ્યું છે, જે ભારતીય ક્રિકેટ ચાહકોને આશ્ચર્યમાં મૂકી દે છે.
શું વિરાટ ટેસ્ટમાં પાછા ફરશે?
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી અને મહાન ખેલાડી વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. માઇકલ ક્લાર્ક માને છે કે, ભારતને જો ઇંગ્લેન્ડ સામે 5-0થી હાર થાય, તો વિરાટ પોતાની નિવૃત્તિનો નિર્ણય બદલી શકે છે. ક્લાર્કના મતે વિરાટ હજુ ટેસ્ટ ક્રિકેટને ખૂબ પ્રેમ કરે છે અને તેમનો અનુભવ સારો છે. તેમ છતાં માઈકલ ક્લાર્કે એ પણ કહ્યું કે ભારતીય ટીમમાં ઘણા સારા ખેલાડીઓ છે અને તે ઇંગ્લેન્ડ સામે જીતી શકે એમ છે.
રોહિત અને કોહલી – ટેસ્ટના શિરોમણિ
થોડા સમય પહેલા જ ભારતીય ક્રિકેટના રમતવીર રોહિત શર્માએ પણ ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લીધો છે. કોહલી અને રોહિત એ બંને મહાન ખેલાડીઓએ ભારતને ટેસ્ટ ક્રિકેટમાં ઉચ્ચ સ્થાને પહોંચાડવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. આ બંનેની ગેરહાજરી વિરોધી ટીમના બોલરોને હંમેશા ચિંતામાં મૂકી દે છે.