ભારતીય રેલ્વે પેસેન્જર્સને એકવાર ફરીથી એક વધુ સુવિધા પ્રદાન કરવા માટે તૈયાર છે. રેલ્વે વિભાગ ટૂંક સમયમાં એકીકૃત તત્કાલ ટિકિટ બુકિંગ માટે નવી સિસ્ટમ લાવવાની તૈયારી કરી રહ્યો છે. રેલમુસાફરી દરમિયાન, રાહ જોતા ટિકિટમાં વ્હેન્ટલિંગ ચલાવતા મુસાફરોને તેમની ટિકિટ કન્ફર્મ થઈ રહી છે કે કેમ તેની વાસ્તવિક જાણકારી મળશે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા આ જાણકારી આપી હતી. તેમના મુજબ, ભારતીય રેલ્વે વિભાગ નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહ્યો છે, જેના કારણે તત્કાલ ટિકિટ બુકિંગ કરનારા યુઝર્સને ટિકિટ કન્ફર્મ કરવામાં મદદ મળશે.
ઈ-આધાર સિસ્ટમ લાગુ થશે
રેલ મુસાફરી દરમિયાન તત્કાલ ટિકિટ બુકિંગ કરવા માટે ઈ-આધાર સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ નવી સુવિધા હેઠળ મુસાફરોના સમયની બચત થશે અને જરૂરિયાત સમયે કન્ફર્મ ટિકિટ મેળવવામાં મદદરૂપ બનશે. રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે રેલ્વે વિભાગ ટૂંક સમયમાં તત્કાલ ટિકિટ બુક કરવા માટે ઈ-આધાર પ્રમાણીકરણ સિસ્ટમ લાવશે. એવું અનુમાન છે કે આ મહિનાના અંત સુધીમાં જ સંભવત આ સિસ્ટમ લાગુ થઈ શકે છે. આ સિસ્ટમ દાખલ થયા પછી, તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર આધારિત OTP પ્રમાણીકરણ જરૂરી બનશે. અને ઇ-ટિકિટ પર થતી ગેરરિતીમાં નિયંત્રણ આવશે.
રેલ્વે વિભાગનું કડક વલણ
IRCTC વેબસાઇટના આંકડા જોઈએ તો 13 કરોડથી વધુ લોકો રેલમાં મુસાફરી કરી છે. જેમાંથી ફક્ત 10 ટકા મુસાફરોની આધાર પ્રમાણભૂતતા સાબિત થતી હોવાનું સામે આવ્યું છે. થોડા સમય પહેલા રેલ્વે ટિકિટમાં ગેરરિતીનું કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં એજન્ટો જથ્થામાં ટિકિટ બુક કરી લઈ તેનું બ્લેકમાં વેચાણ કરતા હતા. આ કિસ્સા બાદ રેલ્વે નિયમોને વધુ કડક કરવા અને ટિકિટ બુકિંગ સિસ્ટમમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા. આ નવા સુધારા અંતર્ગત હાલમાં તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવામાં આવી. અને ફક્ત આધાર ચકાસાયેલ IRCTC એકાઉન્ટ્સને જ ઓનલાઈન તત્કાલ ટિકિટ બુકિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે.