
રણબીર કપૂરની ‘ધૂમ 4’ આવી રહી છે, શૂટિંગ એપ્રિલ 2025માં શરુ થશે
– હાલ સ્ક્રિપ્ટ ફાઈનલ થઈ રહી છે, રણબીરનાં વ્યસ્ત શિડયૂલના કારણે શૂટિંગમાં વિલંબ થશે
મુંબઈ: બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર જલ્દી જ ‘ધૂમ 4’ માં નજર આવશે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે એપ્રિલ મહિનામાં શરુ થશે. હાલમાં આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે.
નિર્માતા આદિત્ય ચોપરા અને શ્રીધર રાઘવન એક સાથે મળીને આ સ્ક્રિપ્ટને અંતિમ રુપ આપી રહ્યા છે. ‘ધૂમ ૪’નાં દિગ્દર્શન હેઠળ અયાન મુખર્જી હશે તથા રણબીર આ ફિલ્મમાં મુખ્ય કલાકાર હશે. પરંતુ હાલમાં રણબીર કપૂર ‘લવ એન્ડ વોર’ની ફિલ્મનાં શૂટિંગમાં વ્યસ્ત છે.
તેમને આ ફિલ્મ ઉપરાંત ‘રામાયણ’ અને ‘એનિમલ પાર્ક’ સહિતની કેટલીક ફિલ્મો પણ કરવાની છે જેમાં તેઓ કામ કરી રહ્યા છે અથવા કરી રહ્યાં હશે. તેમના વ્યસ્ત શિડયૂલને કારણે ‘ધૂમ 4’નાં શૂટિંગમાં વિલંબ થઇ શકે છે.
પરંતુ નિર્માતાની યોજના છે કે આવતા વર્ષે એપ્રિલમાં ‘ધૂમ 4’નું શૂટિંગ શરુ કરી 2027માં ફિલ્મને થિયેટરમાં રીલિઝ કરી શકાય.