Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading:

કોરોનાવાઇરસ : શું વાઈરસ ક્યારેય મરતો નથી? બે વર્ષ પછી અચાનક કેસ વધવા પાછળ શું છે?

Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » કોરોનાવાઇરસ : શું વાઈરસ ક્યારેય મરતો નથી? બે વર્ષ પછી અચાનક કેસ વધવા પાછળ શું છે?

Health

કોરોનાવાઇરસ : શું વાઈરસ ક્યારેય મરતો નથી? બે વર્ષ પછી અચાનક કેસ વધવા પાછળ શું છે?

THE PRIME NEWS NETWORK
Last updated: May 29, 2025 10:58 am
THE PRIME NEWS NETWORK
Share
કોરોનાવાઇરસ : શું વાઈરસ ક્યારેય મરતો નથી? બે વર્ષ પછી અચાનક કેસ વધવા પાછળ શું છે?
SHARE

Covid 19 virus In India: કોરોના વાઇરસે વર્ષ 2019માં આખી દુનિયા પર અજગર ભરડો જમાવી દીધો હતો. તેનો પ્રભાવ ઘટતા ઘટતા વર્ષ 2023 આવી ગયું હતું, પરંતુ હવે બે વર્ષની શાંતિ બાદ કોરોના વાઇરસ ફરીથી ત્રાટક્યો છે. કેરળ, મુંબઈ સહિત ગુજરાતમાં પણ ધીમેથી દેખા દીધા પછી કોરોના સંક્રમણ વધવા લાગ્યું છે. ફક્ત કોરોના જ નહીં, તમામ પ્રકારના વાઇરસ જીવંત ન હોવા છતાં જીવંત હોય એવા જીવોનો ભોગ લેવામાં ઉસ્તાદ હોય છે. તે પરિવર્તન પામે છે, યજમાન બદલે છે અને કોષોમાં વૃદ્ધિ પામતા રહે છે. ખતરનાક વાઇરસ કઈ રીતે સમયાંતરે પુનરાગમન કરે છે, એના કારણો સમજીએ.

વાઇરસ મરે છે ખરા?

વાઇરસ જીવંત પ્રાણી નથી. તે મનુષ્યો, પ્રાણીઓ અથવા વનસ્પતિના કોષોની અંદર રહીને તેમની સંખ્યા વધારે છે. યજમાન ન મળે ત્યારે વાઇરસ નિષ્ક્રિય થઈ જાય છે. યજમાન મળતા જ તેઓ સક્રિય થઈને સંખ્યા વધારવા લાગે છે અને છેવટે યજમાનના શરીર પર હુમલો કરી દે છે. ખુલ્લા વાતાવરણમાં વાઇરસ લાંબો સમય ટકી શકતા નથી, મરી જાય છે. અલબત્ત, એક વાઇરસને પણ જો યજમાન શરીર મળી જાય તો એ એકમાંથી સેંકડો થતાં વાર નથી લાગતી.

વાઇરસ મ્યુટેશન દ્વારા રૂપ બદલે છે

વાઇરસ બહુરૂપીની જેમ પોતાનું રૂપ બદલતા હોય છે. મ્યુટેશન દ્વારા તે નવું સ્વરૂપ ધરે છે. નવા વેરિયન્ટ પર જૂની દવાની અસર થતી નથી અથવા ઓછી થાય છે. ઉદાહરણ તરીકે, જૂના કોરાના વાઇરસે મ્યુટેશન દ્વારા NB.1.8.1, JN.1 અને LF.7 જેવા નવા રૂપ ધારણ કર્યા છે. ભારતમાં હાલ જેટલા પણ કોરોના કેસ જોવા મળી રહ્યા છે એમાંના 53 % કેસોમાં JN.1 વાઇરસ જોવા મળ્યો છે.

કોરોનાનું પુનરાગમન કેમ થયું?

છેલ્લાં કેટલાક સમયથી, ભારત, સિંગાપોર અને હોંગકોંગ જેવા દેશોમાં કોવિડ-19 ના કેસ ફરી વધી રહ્યા છે. એની પાછળના વૈજ્ઞાનિક કારણો જોઈએ.

1) રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવો

રસીનો ફાયદો વ્યક્તિ-વ્યક્તિએ અલગ-અલગ થાય છે. અગાઉના ચેપ સમયે લીધેલી રસીથી મેળવેલી રોગપ્રતિકારક શક્તિ સમય જતાં નબળી પડી શકે છે. ખાસ કરીને ઉંમરલાયક વડીલો સાથે આવું થવાની શક્યતા વધુ હોય છે. બુસ્ટર ડોઝ ન લેતા હોય, તો પણ વાઇરસ સામે લડવાની શક્તિ ઘટે છે. સિંગાપોરમાં એવું જ થયું છે. ઓછા બુસ્ટર ડોઝને કારણે કેસ વધી રહ્યા છે.

2) બેદરકારી પણ નડી જાય છે

કોરોનાના કેસ ઓછા હોય છે, ત્યારે લોકો માસ્ક, સેનિટાઈઝર અને એકબીજા વચ્ચે અંતર જાળવવા જેવા નિયમો પાળતા નથી. આવી બેદરકારી વાઇરસને ફરીથી ફેલાવાની તક આપે છે. જેને લીધે ગીચ વસ્તી ધરાવતા શહેરોમાં વાઇરસ ઝડપથી ફેલાય છે.

3) હવામાન પણ વાઇરસને લાભકારી થાય છે

ઠંડું અને ભેજવાળું હવામાન, તથા વરસાદ વાઇરસના ફેલાવવામાં મદદરૂપ થાય છે. તેથી આવા મોસમમાં આપણે વિશેષપણે કાળજી રાખવી જોઈએ.

આ પણ વાંચોઃ કોંગ્રેસ નેતાઓ દ્વારા ભારે વિરોધ બાદ શશી થરૂરનો જવાબ, ‘ઠીક લાગે એ કરો મારી પાસે બીજા ઘણા કામ’

4) મુસાફરી મુસીબત નોંતરી લાવે છે

અંતરિયાળ પ્રદેશમાં મુસાફરી કરી આવેલી વ્યક્તિ પોતાના ભેગો વાઇરસ પણ લઈ આવતો હોય છે, જે પછી એના પરિજનો અને સહકર્મીઓમાં ફેલાતો હોય છે. ચાઈનીઝ નવા વર્ષની ઉજવણી દરમિયાન મુસાફરી વધવાને કારણે સિંગાપોરમાં કોરોનાના કેસ વધ્યા હોવાનું તારણ નીકળ્યું છે.

કોરોનાના નવા વેરિયન્ટ કેટલા ખતરનાક છે?

કોરોનાના નવા વેરિયન્ટ જીવલેણ સાબિત થાય, એટલા ખતરનાક નથી, એ સમાચાર આશ્વાસનરૂપ કહી શકાય. વાઇરસના નવા પ્રકારોને લીધે અત્યાર સુધી તો તાવ, ખાંસી અને શરદી જેવા હળવા લક્ષણો જ દેખાયા છે. ભારતમાં કોરોનાગ્રસ્ત થયેલા દર્દીઓ પૈકીના મોટાભાગનાને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નથી.

કોરોનાથી બચવા માટે શું કરવું?

  • શક્ય હોય ત્યાં સુધી ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો.
  • કોરોનાથી બચવા માટે ઘરની બહાર ક્યાંય પણ જાઓ ત્યારે માસ્ક પહેરો.
  • રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રસીનો બુસ્ટર ડોઝ લો.
  • તાવ, ઉધરસ અથવા શ્વાસ લેવામાં તકલીફ હોય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.
  • હાથ નિયમિત રીતે સાબુથી સ્વચ્છ કરો અને સેનિટાઈઝરનો ઉપયોગ કરો.

શું વાઈરસ ક્યારેય મરતો નથી? બે વર્ષ પછી અચાનક કોરોના કેસ વધવા પાછળ સમજો વૈજ્ઞાનિક કારણ 2 - image

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article Parliament Preparing Special Session to Commemorate 50th Anniversary of Emergency Parliament Preparing Special Session to Commemorate 50th Anniversary of Emergency
Next Article New Jersey Transit Rail Strike Resumes After Talks on Saturday, CEO Says Telefonica Chairman’s Expansion Plans Tugged by Securities Debts, Shareholders Strained: Scenario Analysis February 13, 2023
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ડાયાબિટીસના રોગીઓ આ હેલ્ધી વિકલ્પથી કરો દિવસની શરુઆત
Health

ડાયાબિટીસના રોગીઓ આ હેલ્ધી વિકલ્પથી કરો દિવસની શરુઆત

મધુમેહ (Diabetes): શુગર લેવલને કંટ્રોલ કરવા માટે પી શકો છો આ 4 ડ્રિંક્સ ### ગુજરાતી સમાચાર, અમદાવાદ, તા. 24 જૂન,…

2 Min Read
તાડાસન : બાળકોની હાઈટ વધારવા મદદરૂપ  

Gujarat Media Group  -  English News  -  News24 Global  -  International Yoga Day : તાડાસન બાળકોની હાઈટ વધારવા ઉપયોગી
Health

તાડાસન : બાળકોની હાઈટ વધારવા મદદરૂપ Gujarat Media Group – English News – News24 Global – International Yoga Day : તાડાસન બાળકોની હાઈટ વધારવા ઉપયોગી

અત્યારે યોગ માત્ર વયસ્કો અને બીમાર લોકોને નહીં, પરંતુ સૌને મદદરૂપ થાય છે. આજની ભાગદોડ ભરી જિંદગીમાં યોગ એ ખરેખર…

2 Min Read
yaml
આંતરરાષ્ટ્રીય યોગા દિવસ (International Yoga Day) કેમ 21 જૂનના રોજ (on 21st June) મનાવવામાં આવે છે? જાણો તેની પાછળનો આજનો થીમ (What is Today’s Theme of Yoga Day)
Health

yaml આંતરરાષ્ટ્રીય યોગા દિવસ (International Yoga Day) કેમ 21 જૂનના રોજ (on 21st June) મનાવવામાં આવે છે? જાણો તેની પાછળનો આજનો થીમ (What is Today’s Theme of Yoga Day)

યોગને હવે ફક્ત આધ્યાત્મિક વિષય પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ સ્વીકાર કર્યો છે. ભારતમાં આદિકાળથી જ યોગ શારીરિક તંદુરસ્તીની સારવાર પદ્ધતિ…

2 Min Read
ગુજરાતી  તમને પણ વારંવાર મનમાં ઉચાટ થાય છે કે મોબાઇલ ફોનની રિંગ વાગી? गुजराती शैली  વધુ ઝડપભરી વ્યક્તિગત જીવન શૈલીમાં મોબાઇલના વધુ પ્રયોગને કારણે વ્યક્તિને આભાસ થાય છે કે મોબાઇલની રિંગ થઈ છે જ્યારે આવું ન હોય. આભાસી મોબાઇલ ફોનના થતા રિંગને ફેન્ટમ રિંગ તરીકે ઓળખવામાં આવે છે. એસઇઓ ફોકસ  વધુ ઝડપભરી વ્યક્તિગત જીવન શૈલીમાં મોબાઇલના વધુ પ્રયોગને કારણે લોકો આ પ્રકારની બીમારીથી અસરગ્રસ્ત થઈ રહ્યા છે જેને ફેન્ટમ રિંગ કહે છે. આ લેખમાં આપણે આ સમસ્યા વિશે વિસ્તૃતમાં જાણીશું. માત્ર ટૂંકું શીર્ષક તમને પણ વારંવાર મનમાં ઉચાટ થાય છે કે મોબાઇલ ફોનની રિંગ વાગી? વધુ વિડીયો
Health

ગુજરાતી તમને પણ વારંવાર મનમાં ઉચાટ થાય છે કે મોબાઇલ ફોનની રિંગ વાગી? गुजराती शैली વધુ ઝડપભરી વ્યક્તિગત જીવન શૈલીમાં મોબાઇલના વધુ પ્રયોગને કારણે વ્યક્તિને આભાસ થાય છે કે મોબાઇલની રિંગ થઈ છે જ્યારે આવું ન હોય. આભાસી મોબાઇલ ફોનના થતા રિંગને ફેન્ટમ રિંગ તરીકે ઓળખવામાં આવે છે. એસઇઓ ફોકસ વધુ ઝડપભરી વ્યક્તિગત જીવન શૈલીમાં મોબાઇલના વધુ પ્રયોગને કારણે લોકો આ પ્રકારની બીમારીથી અસરગ્રસ્ત થઈ રહ્યા છે જેને ફેન્ટમ રિંગ કહે છે. આ લેખમાં આપણે આ સમસ્યા વિશે વિસ્તૃતમાં જાણીશું. માત્ર ટૂંકું શીર્ષક તમને પણ વારંવાર મનમાં ઉચાટ થાય છે કે મોબાઇલ ફોનની રિંગ વાગી? વધુ વિડીયો ફેન્ટમ रિંગ

ફેન્ટમ વાઇબ્રેશન સિન્ડ્રોમ: કેટલાક લોકો હંમેશા પોતાના મોબાઇલ ફોન સાથે જોડાયેલા રહે છે. તેઓ ફોનમાં કંઈ કરે કે ન કરે,…

3 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?