એક્ટર કુશાલ ટંડનનો અચાનક દાવો : ટીવી એક્ટર કુશાલ ટંડન અને ગૌહર ખાન વચ્ચે બ્રેકઅપની વાત ફરી ચર્ચામાં છે. કુશાલે વર્ષો બાદ બ્રેકઅપનું કારણ જણાવ્યું છે. બંને એક વર્ષ સુધી ડેટિંગ કરી રહ્યા હતા અને પછી પોતાનો સંબંધ તોડી નાખ્યો હતો. એક્ટરે હવે કહ્યું કે ‘તેણી મને મારો ધર્મ બદલવાનું કહેતી હતી.’
કુશાલ અને ગૌહર વચ્ચે બ્રેકઅપ કેમ થયું?
ગૌહર ખાન અને કુશાલ ટંડન વચ્ચે પ્રેમની શરૂઆત 2013માં ‘બિગ બોસ’ના ઘરમાં થઈ હતી. બંને પહેલા મિત્ર બન્યા અને પછી પ્રેમમાં પડી ગયા. શોની બહાર પણ તેમનો સંબંધ આગળ વધ્યો હતો. પરંતુ, તે લાંબા સમય સુધી ચાલ્યો નહીં. બંનેએ સોશિયલ મીડિયા મારફત તેમના બ્રેકઅપની જાહેરાત કરી હતી. પરંતુ, હવે જતા બંનેના બ્રેકઅપનું કારણ સામે આવ્યું છે.
ધર્મ બદલવાની માંગ કરતી હતી ગૌહર?
કુશાલે ગૌહર સાથેના બ્રેકઅપનું કારણ જણાવતા કહ્યું કે, ‘અમારા બ્રેકઅપનું કારણ ધર્મ હતો. ગૌહર હિન્દુમાંથી મુસ્લિમ ધર્મમાં પરિવર્તનની માંગ કરતી હતી. મારા માટે જિંદગીમાં પ્રેમ અગત્યનો છે પરંતુ, તે જ બધું નથી.’
જૈદ દરબાર સાથે લગ્ન કર્યા
જણાવી દઈએ કે, ગૌહર સાથે બ્રેકઅપ બાદ કુશાલ હજુ સુધી કુંવારો છે. જોકે, ઘણીવાર એવી ચર્ચા થઈ છે કે તે શિવાંગી જોશી સાથે રિલેશનશીપમાં છે. વળી, ગૌહર ખાને જૈદ દરબાર સાથે લગ્ન કર્યા છે અને તેઓ બીજી વાર માતા-પિતા બનવાના છે. એક્ટ્રેસે હાલમાં જ પોતાની પ્રેગ્નન્સીની તસવીરો શેર કરી છે.