શ્રેયસ અય્યરનું અનિચ્છનીય રેકોર્ડ, ધોનીને પણ પાછળ છોડી દીધો!
IPL 2025ની 66મી મેચમાં શ્રેયસ અય્યરની કેપ્ટનસી હેઠળની પંજાબ કિંગ્સને દિલ્હી કેપિટલ્સ સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબની ટીમએ પ્રથમ બેટિંગ કરતા 206 રન બનાવ્યા હતા, પરંતુ તે આ સ્કોરને ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહી હોવાના કારણે આ હાર સાથે કેપ્ટન શ્રેયસ અય્યરના નામે એક શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો છે. IPLમાં એક કેપ્ટન તરીકે 200+ સ્કોર ડિફેન્ડ કર્યા વગર ચાર વખત હારનો સામનો કરનાર તેમાં પ્રથમ બન્યો છે. આ રેકોર્ડમાં તેણે ધોનીને પણ પાછળ છોડી દીધો છે.
દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં પંજાબ કિંગ્સ સામે 206 રનનો ટાર્ગેટ 6 વિકેટ અને 3 બોલ બાકી રહેતા હાસિલ કર્યો હતો. 25 બોલમાં 58 રન રમીને યુવાન બેટ્સમેન સમીર રિઝવી દિલ્હીના જીતની નાયક બન્યા હતા, અને તેમને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. સાથોસાથી, આ IPL 2025માં અય્યરની કેપ્ટનસી હેઠળ કમજોર ટીમને 200 પ્લસનું સ્કોર બનાવ્યા બાદ બીજી વખત હારનો સામનો કરવો પડ્યો છે. અગાઉ, પંજાબ કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 245 રન બનાવ્યા હતા અને હારી ગઈ હતી.
IPLમાં એક કેપ્ટન તરીકે 200+ રન ડિફેન્ડ કર્યા વગર સૌથી વધુ હાર
4- શ્રેયસ અય્યર
3- એમએસ ધોની
3- ફાફ ડુ પ્લેસિસ
3- શુભમન ગિલ
શ્રેયસ અય્યરની કેપ્ટનસી હેઠળ ક્યારે-ક્યારે 200 રન બનાવીને હારી:
223 vs RR (2024) ડિફેન્ડ કરવામાં નિષ્ફળ
261 vs PBKS (2024) ડિફેન્ડ કરવામાં નિષ્ફળ
245 vs SRH (2025) ડિફેન્ડ કરવામાં નિષ્ફળ
206 vs DC (2025) ડિફેન્ડ કરવામાં નિષ્ફળ*
આ સાથે, પંજાબ કિંગ્સ પણ IPL ઈતિહાસમાં સૌથી વધુ વખત 200 પ્લસનું સ્કોર બનાવ્યા છતાં ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહેનારી ટીમ બની. તેનો આ 7મો હાર છે. આ મામલે તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને પાછળ છોડી દીધું.
200+ સ્કોરને ડિફેન્ડ કરવામાં સૌથી વધુ નિષ્ફળ રહેનારી ટીમ
7 – PBKS*
6 – RCB
5 – CSK
4 – KKR
4 – GT
2 – RR
2 – SRH
2 – DC
2 – LSG
0 – MI