પંજાબ કિંગ્સ IPL 2025માં 7મી વખત 200+ રન: શ્રેયસ ઐયર અને પ્રભસિમરન સિંહનું શાનદાર પ્રદર્શન
શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ, પંજાબ કિંગ્સ ટીમ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. ટીમ પહેલાથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. હાલમાં, તે દિલ્હી કેપિટલ્સ ટીમ સામે ટક્કર થઈ. આ મેચમાં પંજાબ કિંગ્સના બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું અને દિલ્હી કેપિટલ્સ સામે 206 રન બનાવ્યા.
દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું. આ હારથી પંજાબની ટોપ-2 માં રહેવાની આશાઓને ઝટકો પડ્યો છે. આ મેચમાં પંજાબની ટીમે પહેલા બેટિંગ કરતા 206 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દિલ્હીએ છેલ્લી ઓવર સુધી ચાલેલી મેચમાં 6 વિકેટથી જીત મેળવી હતી.
IPL 2025 માં પંજાબ કિંગ્સે 7મી વખત 200 થી વધુ રન બનાવ્યા
વર્તમાન સિઝનમાં પંજાબ કિંગ્સ માટે શ્રેયસ ઐયર, પ્રભસિમરન સિંહ અને પ્રિયાંશ આર્ય ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. પંજાબની ટીમે 200 થી વધુ રન બનાવીને ઈતિહાસ રચ્યો છે. IPLની વર્તમાન સિઝનમાં, પંજાબની ટીમે 7મી વખત 200 થી વધુ રનનો આંકડો પાર કર્યો છે અને તેને સાતેય વખત પ્રથમ બેટિંગ કરી છે.
પંજાબ આઈપીએલમાં એક જ આઈપીએલ સીઝનમાં 7 વખત 200 થી વધુ રન બનાવનારી પ્રથમ ટીમ બની ગઈ છે અને તે પણ પહેલા બેટિંગ કરતી વખતે. આ પહેલા કોઈ પણ ટીમ આ કરી શકી ન હતી. આ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે IPL 2024 માં 6 વખત પ્રથમ બેટિંગ કરતી વખતે 200 થી વધુ રન બનાવ્યા હતા. હવે પંજાબે KKR ને પાછળ છોડી દીધું છે.
IPL 2025માં પંજાબ કિંગ્સે 7 ટીમો સામે 200 થી વધુ રન બનાવ્યા
ગુજરાત ટાઈટન્સ સામે – 232 રન, ચેન્નાઈ સુપર કિંગ્સ સામે – 219 રન, સનરાઈઝર્સ હૈદરાબાદ સામે – 245 રન, કોલકાતા નાઈટ રાઈડર્સ સામે – 201 રન, લખનૌ સુપર જાયન્ટ્સ સામે – 236 રન, રાજસ્થાન રોયલ્સ સામે – 219 રન, દિલ્હી કેપિટલ્સ સામે – 206 રન.
શ્રેયસ ઐયર અને પ્રભસિમરન સિંહે કર્યું સારું પ્રદર્શન
કેપ્ટન શ્રેયસ ઐયરે વર્તમાન સિઝનમાં પંજાબ કિંગ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેને 13 મેચમાં કુલ 488 રન બનાવ્યા છે, જેમાં પાંચ અડધી સદી તેના બેટમાંથી આવી છે. પ્રભસિમરન સિંહ વર્તમાન સિઝનમાં પંજાબ કિંગ્સ માટે બીજા ક્રમના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેને 486 રન બનાવ્યા છે.