
સુરેન્દ્રનગર શહેરમાં પોલીસે મેળાના મેદાન પાસેથી બે શખ્સ ઝડપી લીધા હતા. આ શખ્સ જુગાર રમતા હતા તેમણે પોલીસને જોઈને જમીન પાથરેલી ચારપાઈ ઉથલાવી દીધી હતી. પરંતુ પોલીસ તેમને ઝડપવામાં સફળ રહી હતી. આ સિવાય, મફતીયાપરામાંથી ચાર શખ્સ ઝડપાયા હતા. આ લોકો પણ જુગાર રમતા હતા અને તેમની પાસેથી રોકડ સહિતનો ૨૭ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.