ગુજરાત સમાચાર: 20 મે 2025 (LIVE) – આજના ગુજરાતી સમાચાર: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પદ સંભાળ્યા પછી ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે કડક નીતિ અપનાવી છે. નવા નિર્ણયો પ્રમાણે, સોમવારે અમેરિકાએ ભારતમાં સ્થિત કેટલીક ટ્રાવેલ એજન્સીઓના માલિકો, સીઈઓ અને વરિષ્ઠ અધિકારીઓ પર વિઝા પ્રતિબંધની જાહેરાત કરી છે. આ એજન્સીઓ પર અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રેશનને પ્રોત્સાહન આપવાનો આરોપ છે.
અમેરિકાના વિદેશ મંત્રાલયે સોમવારે જાહેર કર્યું કે, “અમારો દૂતાવાસ અને કોન્સ્યુલેટ ગેરકાયદેસર ઇમિગ્રેશન અને માનવ તસ્કરી પ્રવૃત્તિઓ સામે સતત કામ કરી રહ્યા છે. ભારતમાં કાર્યરત ટ્રાવેલ એજન્સીઓના માલિકો અને વરિષ્ઠ અધિકારીઓ પર વિઝા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેઓ ગેરકાયદેસર ઇમિગ્રેશનને પ્રોત્સાહન આપવાના આરોપ હેઠળ છે.”