નિમ્રિત કૌર આહલુવાલિયા સુપ્રીમ કોર્ટમાં મોલેસ્ટ થઈ હતી
બોલિવૂડ અને ટીવી સેલિબ્રિટીઓને બનેલી છેડતીની ઘટનાઓ પરથી પત્રકારો દ્વારા જાણકારી મળી રહે છે. તાજેતરમાં, નિમ્રિત કૌર આહલુવાલિયાએ પોતાના સાથે બનેલી એક છેડતી વિશે જણાવ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે નિમ્રિતની છેડતી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી.
નિમ્રિત કૌરે જાતીય સતામણીનો ખુલાસો કર્યો
બિગ બોસ સીઝન 16 માં જોવા મળેલી નિમ્રિત કૌર આહલુવાલિયાએ એક ઈન્ટરવ્યૂમાં આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ જણાવ્યું કે, ‘મારે એક વખત સુપ્રીમ કોર્ટના અંદર છેડતીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે સુપ્રીમ કોર્ટમાં એક વરિષ્ઠ વકીલનો કેસ ચાલી રહ્યો હતો અને તે આ હાઇ પ્રોફાઇલ કેસ જોવા માટે હું કોર્ટમાં ગઈ હતી. ત્યારે મારી સાથે આ ઘટના બની હતી.’
હું અંદરથી ડરી ગઈ અને રડવા લાગી: નિમ્રિત
નિમ્રિતે આ મામલે વધુમાં જણાવ્યું કે, ‘તે સમયે કોર્ટ રૂમ લોકોથી ભરેલો હતો. ત્યારે કોઈનો હાથ મારા પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કર્યો. જોકે એક ક્ષણ માટે મને લાગ્યું કે હું વધુ પડતું વિચારી રહી છું, કારણ કે તે જગ્યા ખૂબ ભીડવાળી હતી. પણ જ્યારે મે ફરીને જોયું ત્યારે એક માણસ મારી પાછળ ઊભો હતો અને મને જોઈ રહ્યો હતો. તેથી હું બીજી જગ્યાએ ગઈ, પરંતુ તે માણસ ત્યાં પણ આવ્યો અને પહેલા મારાના હાથને સ્પર્શ કર્યો અને પછી મારા પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કર્યો. આ ઘટનાથી હું ખૂબ જ ડરી ગઈ. જોકે મને ડરતી જોઈને એક મહિલા વકીલ ત્યાં આવી અને તે પુરુષને જોરથી થપ્પડ મારી. પછી પોલીસ પણ આવી અને કોર્ટમાં ઘણો હોબાળો થયો.’
નિમ્રિતની છેડતીની ઘટના જાહેર થવાથી સમાજમાં વાતચીત થઈ રહી છે અને તેમના સમર્થનમાં આવી રહ્યા છે.