Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: AMCએ લાલઆંખ કરતા પેટ ડોગના માલિકો દોડ્યા: અમદાવાદમાં એક જ દિવસમાં 330 પેટ ડોગનું રજીસ્ટ્રેશન થયું, 31 મે બાદ નોટિસ અને દંડનીય કાર્યવાહી થશે – Ahmedabad News
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » AMCએ લાલઆંખ કરતા પેટ ડોગના માલિકો દોડ્યા: અમદાવાદમાં એક જ દિવસમાં 330 પેટ ડોગનું રજીસ્ટ્રેશન થયું, 31 મે બાદ નોટિસ અને દંડનીય કાર્યવાહી થશે – Ahmedabad News

Gujrat

AMCએ લાલઆંખ કરતા પેટ ડોગના માલિકો દોડ્યા: અમદાવાદમાં એક જ દિવસમાં 330 પેટ ડોગનું રજીસ્ટ્રેશન થયું, 31 મે બાદ નોટિસ અને દંડનીય કાર્યવાહી થશે – Ahmedabad News

THE PRIME NEWS NETWORK
Last updated: May 15, 2025 6:35 pm
THE PRIME NEWS NETWORK
Share
AMCએ લાલઆંખ કરતા પેટ ડોગના માલિકો દોડ્યા:  અમદાવાદમાં એક જ દિવસમાં 330 પેટ ડોગનું રજીસ્ટ્રેશન થયું, 31 મે બાદ નોટિસ અને દંડનીય કાર્યવાહી થશે - Ahmedabad News
SHARE

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં પાલતુ શ્વાન (પેટ ડોગ)એ કરેલા હુમલામાં 4 માસની બાળકીનું મોત થયું હતું. પેટ ડોગના હુમલાથી બાળકીના મૃત્યુની ઘટના બાદ શહેરમાં પાલતુ શ્વાન (પેટ ડોગ) રાખનારા લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડોગનું રજીસ્ટ્રેશન કરાવવા માટે શરૂઆત કરી છે. 1 જાન્યુઆરીથી 15 મે સુધીમાં 6088 જેટલા ડોગનું રજીસ્ટ્રેશન થયું છે. 31 મે સુધીમાં પેટ ડોગનું રજીસ્ટ્રેશન નહીં કરાવે તો કોર્પોરેશનના સીએનસીડી વિભાગ તરફથી નોટિસ ફટકારવામાં આવશે. આગામી દિવસોમાં પેટ ડોગ માટે ખૂબ કડક પોલિસી લાવવામાં આવશે જેમાં પેટ ડોગને જપ્ત કરવાથી લઈને હરવા-ફરવા ઉપર પણ પ્રતિબંધ મુકાઈ શકે છે.

પ્રતીકાત્મક તસવીર

AMCમાં પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પેટ ડોગનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. હાથીજણ વિસ્તારમાં ચાર માસની બાળકી પર હુમલો કરી મૃત્યુ નીપજાવવા જવાની ઘટના બાદ સરકારે પણ આ મામલે ગંભીર નોંધ લઈને પેટ ડોગ રજીસ્ટ્રેશન ન કરાવનારા ડોગ માલિકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અંગેની નીતિ લાવવા જણાવવામાં આવ્યું છે ત્યારે 15 મેના એક જ દિવસમાં અમદાવાદમાં 297 જેટલા પેટ ડોગના માલિકો દ્વારા 330 જેટલા ડોગનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું. દરરોજ હવે 100 થી વધુ પેટ ડોગના રજીસ્ટ્રેશન થાય તેવી શક્યતા મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રજિસ્ટ્રેશન નહીં કરાવનારા પેટ ડોગના માલિકો સામે કડક પગલાંની તૈયારી મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં પેટ ડોગ રાખનારા માલિકો જો પોતાના ડોગનું રજીસ્ટ્રેશન નહીં કરાવે તો તેના માટે હવે પેટ ડોગ પોલિસી એક અઠવાડિયામાં બનાવવામાં આવી શકે છે. જે પેટ ડોગના માલિકો દ્વારા 31 મે બાદ રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સૌપ્રથમ તેમને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવશે જો તેઓ દ્વારા રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો ત્યારબાદ પોલીસી અંતર્ગત જે પણ નિયમો લાગુ કરવામાં આવે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

15 મે સુધીમાં AMCમાં 12 ટકા પેટ ડોગનું જ રજિસ્ટ્રેશન થયું અમદાવાદ શહેરમાં પાલતુ શ્વાનની સંખ્યા અંદાજે 50000થી વધારે છે. 1 જાન્યુઆરી 2025થી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત 15 મે 2025 સુધીમાં 6088 જેટલા ડોગના રજીસ્ટ્રેશન થયા છે જેમાં 3512 જેટલા પેટ ડોગના માલિકો દ્વારા 4057 ડોગ માત્ર પશ્ચિમ વિસ્તારમાં નોંધાયા છે. હાથીજણ વિસ્તારની ઘટના બાદ પેટ ડોગ રાખનારા માલિકો જો રજીસ્ટ્રેશન ના કરાવે તો કડક કાર્યવાહી કરવા અંગેના સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની કડક કાર્યવાહી કરવા અંગેના નિર્ણય બાદ લોકો હવે રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે.

31 મે સુધીમાં રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો નોટિસ મળશે CNCD વિભાગના વડા નરેશ રાજપૂતે જણાવ્યું હતું કે શહેરમાં જે નાગરિકો ઘરમાં શ્વાન પાળતા હોય (પેટ ડોગ) એવા શ્વાનની ગણતરી કરવામાં નહોતી આવતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા હવે પેટ ડોગની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 1 જાન્યુઆરીથી 31 માર્ચ એમ ત્રણ મહિના હતી. જેની તારીખ લંબાવીને 31 મે 2025 સુધી કરવામાં આવી છે. એક જ દિવસમાં લોકો દ્વારા પેટ ડોગના રજીસ્ટ્રેશન કરાવવાની સંખ્યામાં વધારો થયો છે. આગામી 31 મે સુધીમાં જે લોકો રજિસ્ટ્રેશન નહીં કરાવે તેઓને નોટિસ ફટકારવામાં આવશે અને તેમના રજીસ્ટ્રેશનની પેનલ્ટીની રકમમાં પણ વધારો કરવામાં આવશે.

કેટલ પોલિસીની માફક પેટ ડોગ પોલિસી લવાશે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે શહેરમાં પશુઓના રજીસ્ટ્રેશન માટે જેમ કેટલ પોલિસી બનાવવામાં આવી હતી તેમ પાલતુ શ્વાન ( પેટ ડોગ) માટે રજીસ્ટ્રેશન અને લાયસન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેટ ડોગના અંતિમ સંસ્કાર માટે ડોગ સ્મશાન બનાવવામાં આવશે જેના ઉપયોગ અને ડોગ લઈને ફરવા પ્રતિબંધ જેવા નિયમો પણ બનાવવામાં આવશે જો કે આ પોલીસી અંગે હાલ વિચારણા હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં આ બાબતે ચર્ચા વિચારણા કરીને પોલિસી લાગુ થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે.

ઓનલાઈન માધ્યમથી જરૂરી વિગતો ભરી, પુરાવા સબમીટ કરી પ્રતિ પાલતુ શ્વાન (પેટ ડોગ) નોંધણી ફી રૂ. 200 ચૂકવવાના રહેશે. જેમાં pay ઉપર ક્લિક કરી ફી પી ચુકવી શકાશે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રજીસ્ટ્રેશન રહેશે. જો જરૂર જણાય તો જમાલપુર જગન્નાથ મંદિરની સામે સેન્ટ્રલ સ્ટોર વિભાગમાં આવેલા સીએનસીડી વિભાગમાં સુપ્રિટેન્ડન્ટ અને વેટરનીટી ડોક્ટરનો સંપર્ક કરવાનો રહેશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન અને એનીમલ બર્થ કંટ્રોલ (ABC) ડોગ્સ રૂલ્સ- 2023 તથા National Action Plan for Dog Mediated Rabies Elimination from India, 2030 (NAPRE), Rabies free Ahmedabad city ની ગાઈડલાઈન અનુસાર શહેરમાં રાખવામાં આવતા પાલતુ શ્વાન (પેટ ડોગ)નું રજીસ્ટ્રેશન 31 મે 2025 સુધીમાં કરાવવાનું રહેશે.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article MEA Postpones Credentials Ceremony Amid Tensions, Featuring Turkish Ambassador MEA Postpones Credentials Ceremony Amid Tensions, Featuring Turkish Ambassador
Next Article સુપ્રીમને બિલોની મંજૂરી મુદ્દે સમય મર્યાદા નક્કી કરવાની સત્તા છે?

સુપ્રીમને બિલોની મંજૂરી મુદ્દે સમય મર્યાદા નક્કી કરવાની સત્તા છે?

Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

શ્વાનહુમલાને કારણે અમદાવાદમાં 4 મહિનાની બાળકી મૃત્યુ
Gujrat

શ્વાનહુમલાને કારણે અમદાવાદમાં 4 મહિનાની બાળકી મૃત્યુ

અમદાવાદ: હાથીજણ વિસ્તારમાં આવેલી રાધે રેસીડેન્સીમાં રાત્રે એક પાલતુ કૂતરાએ 4 મહિનાની છોકરી પર અચાનક હુમલો કર્યો. આ હુમલામાં 4…

1 Min Read
પોલીસે આજ વહિવટગીરી પ્રવર્ત્યો : કાયદામાં ફેરફાર યોગ્ય?
Gujrat

પોલીસે આજ વહિવટગીરી પ્રવર્ત્યો : કાયદામાં ફેરફાર યોગ્ય?

અમદાવાદ શહેરમાં રાતનો ઉત્સાહ ક્યાં રોકાય છે? ચોથી જાગીરના પ્રહરીના નામે અમે એક સ્પેશ્યલ સીરીઝ શરૂ કરી છે. જેમાં અમદાવાદ…

3 Min Read
ગુજરાતી શૈલીમાં ફરીથી લખેલું શીર્ષક:  બીજેપીની કચ્છ શાખાએ મહત્વપૂર્ણ કાર્યશાળા યોજી - મોદી સરકારની 11 વર્ષની સિદ્ધિઓ અને ઓપરેશન સિંદુરની વિજયવિષે ચર્ચા કરી  SEO કેન્દ્રિત ટૂંકું શીર્ષક (50 અક્ષરો સુધી):  બીજેપી કચ્છે મોદી સરકાનની સિદ્ધિઓ પર કાર્યશાળા યોજી
Gujrat

ગુજરાતી શૈલીમાં ફરીથી લખેલું શીર્ષક: બીજેપીની કચ્છ શાખાએ મહત્વપૂર્ણ કાર્યશાળા યોજી – મોદી સરકારની 11 વર્ષની સિદ્ધિઓ અને ઓપરેશન સિંદુરની વિજયવિષે ચર્ચા કરી SEO કેન્દ્રિત ટૂંકું શીર્ષક (50 અક્ષરો સુધી): બીજેપી કચ્છે મોદી સરકાનની સિદ્ધિઓ પર કાર્યશાળા યોજી

ગુજરાતના રાપર શહેર અને તાલુકામાં કાર્યશાળા યોજાઈ, જેમાં મોદી સરકારના 11 વર્ષની સિદ્ધિઓ અને ભારતના વિકાસ વિશે ચર્ચા કરવામાં આવી.…

1 Min Read
The title in Gujarati is: નર્મદા ડેમ છલોછલ: પાંચમી વખત આ ઊંચાઈ, કાંઠાના વિસ્તારોને સાવચેતી જારી
News Content in Gujarati:
Title: Narmada Dam is Full for the Fifth Time, Leads to Increased Water Release, Alert for Areas Around the River Banks
Date: 23 June 2024
In early morning around 1 AM on Sunday, 23rd, the water level of Narmada Dam reached its peak, marking the fifth time this year when the dam reached its full capacity. The water level had touched 138.68 meters, and there was a precipitation of 68 mm, with 1.12 lakh cusecs of water being released currently. The officials have issued an alert for the people living in the areas along the river banks of Narmada to stay cautious and aware.
The water level of Narmada has been rising due to continuous rainfall in its catchment areas. The dam was already nearly full when additional water surged in, causing it to overflow. The continuous inflow of water is between 1.15 to 1.16 lakh cusecs, and the recorded rainfall in 5 days stands at 882 mm. The water discharge was over 7.5 lakh cusecs in the last 12 days, and due to heavy rainfall in the catchment areas, the dam is experiencing high inflows.
The Sardar Sarovar Narmada Nigam Limited (SSNL) has coordinated with officials of Bharuch district to ensure the safety of the people living in the areas around the river banks. The local administration is continuously monitoring the situation and making all necessary arrangements.
With Narmada Dam reaching its full capacity for the fifth time this year, the administration is on high alert. The water levels are being continuously monitored, and residents in the surrounding areas are being urged to stay vigilant and take necessary precautions. The SSNL is ensuring that all safety measures are in place to handle the increased release of water, and the local administration is actively working to keep the public informed and safe.

સરદાર સરોવર ડેમ 100 ટકા ભરાયો, નર્મદા નીરમાં વધારા કરશે મુખ્યમંત્રી સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાયો: ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર…

2 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?