બુધવારે સાંજે મુંબઈમાં ‘કરાટે કિડ લિજેન્ડ’ ફિલ્મના હિન્દી ટ્રેલરનું લોન્ચ ઈવેન્ટ યોજાયું. આમાં અજય દેવગન અને તેમના પુત્ર યુગ આવ્યા હતા. લોન્ચ ઈવેન્ટમાં કરાટે ડ્રેસ પહેરેલા કેટલાક બાળકો કરાટે એક્શન કરતા હતા. આ ઈવેન્ટમાં અજય દેવગને ભારત અને પાકિસ્તાન વચ્ચેના વર્તમાન મુદ્દા પર પણ વાત કરી.
હોલીવુડ ફિલ્મ ‘કરાટે કિડ લિજેન્ડ’ના હિન્દી ટ્રેલરના લોન્ચ દરમિયાન અજય દેવગને કહ્યું, ‘કોઈ યુદ્ધ ઈચ્છતું નથી, પરંતુ તે સિવાય કોઈ વિકલ્પ ન હતો. હું આપણા તમામ સૈનિકો, પ્રધાનમંતી અને સરકારને સલામ કરું છું કારણ કે તેમણે જે કરવું જોઈએ તે કર્યું છે.’
અજય દેવગનના નિવેદન પછી, કાર્યક્રમમાં હાજર બધાએ જય હિંદના નારા લગાવ્યા. અજયના પુત્ર યુગે પણ જોરથી ‘જય હિંદ’ના નારા લગાવ્યા. અજય દેવગનના આ નિવેદન પર સોશિયલ મીડિયા પર યુઝર્સે પણ પ્રતિક્રિયા આપી અને તેમની પ્રશંસા કરી.
અજય દેવગને ‘કરાટે કિડ લિજેન્ડ’ ફિલ્મમાં જેકી ચાનના પાત્ર મિસ્ટર હાનને આવાજ આપ્યો છે. જ્યારે યુગ દેવગને લી ફોંગને પોતાનો અવાજ આપ્યો છે. આ ફિલ્મની સ્ટોરી એક બાળકના કરાટે ચેમ્પિયન બનવાની છે. હોલીવુડ ફિલ્મ ‘કરાટે કિડ લિજેન્ડ’ 30 મે, 2025ના રોજ વિશ્વભરના થિયેટરમાં રિલીઝ થશે.