ઇરિંગ હાલેન્ડે લાંબા સમય બાદ પુનરાગમન કર્યું હતું, પરંતુ માન્ચેસ્ટર સિટી સાઉથમ્પ્ટન સામેની ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલની મેચ 0-0થી ડ્રો થવાના કારણે નીચલા સ્તરની લીગમાં રેલિગેટ થવાનું લગભગ નિશ્ચીત થઇ ગયું છે.
માન્ચેસ્ટર સિટીને ચેમ્પિયન્સ લીગ માટે ક્વોલિફાય થવા માટે પોતાની બાકીની બંને મેચમાં સારા માર્જિનથી જીતવું પડશે અને અન્ય મેચોના પરિણામ પર પણ નજર રાખવી પડશે. સિટી 36 મેચમાં 65 પોઇન્ટ સાથે લીગમાં ત્રીજા ક્રમે છે, જ્યારે આર્સનલ 35 મેચમાં 67 પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. લીવરપુલ 82 પોઇન્ટ સાથે ટોચ પર છે. બીજા અને સાતમા ક્રમની ટીમ વચ્ચે છ પોઇન્ટનો ફરક છે, જેમાં તમામ ટીમો પાસે ચેમ્પિયન્સ લીગ માટે ક્વોલિફાય થવાની તક છે. સાઉથમ્પ્ટન પણ ડ્રોના પરિણામ સાથે નિરાશાજનક રેકોર્ડથી બચી ગઇ છે. તેના હવે 36 મેચમાં માત્ર 12 પોઇન્ટ છે.