ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો, ઓપરેશન સિંદૂરની શરૂઆત
ભારતે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 15 દિવસ પહેલા થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ગઈકાલે રાત્રે, ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હવાઈ હુમલો કર્યો અને નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઈલ છોડી. ભારતીય સશસ્ત્ર દળોએ આ ઓપરેશનને ઓપરેશન સિંદૂર (Operation Sindoor) નામ આપ્યું છે. હવે ઘણા બોલિવૂડ કલાકારો પણ આ ઓપરેશન પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આમાં અનુપમ ખેરથી લઈને અક્ષય કુમાર જેવા સ્ટાર્સના નામ શામેલ છે.
ઓપરેશન સિંદૂરને લઈને બુધવારે સવારે રિતેશ દેશમુખ, નિમરત કૌર, વિનીત કુમાર સિંહ અને અનુપમ ખેર જેવા કલાકારો અને દિગ્દર્શક મધુર ભંડારકરએ સોશિયલ મીડિયા પર ભારતીય સેનાની પ્રશંસા કરી છે. અહીં જાણો તેમણે શું લખ્યું…
રિતેશ દેશમુખની પોસ્ટ
રિતેશ દેશમુખે આ ઘટના પર ખુશી વ્યક્ત કરી અને લખ્યું, “જય હિંદ કી સેના… ભારત માતા કી જય.” આ સાથે તેમણે એક તસવીર પણ શેર કરી છે જેમાં ‘ઓપરેશન સિંદૂર’ લખેલું છે.
આ પણ વાંચો: કાજોલએ શાહરૂખ ખાન મેટ ગાલા 2025 લુકની નકલ કરી, લુક થયો વાયરલ
નિમરતે કૌરે કહ્યું એક દેશ એક મિશન.
નિમરત કૌરે પણ આ કાર્યવાહી પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું, “અમે અમારી સેના સાથે ઉભા છીએ. એક રાષ્ટ્ર. એક મિશન. જય હિંદ ઓપરેશન સિંદૂર.”
ચિરંજીવીની પ્રતિક્રિયા
અક્ષય કુમારની પોસ્ટ
સોનુ સૂદની પોસ્ટ
પરેશ રાવલે ભારતીય સેના અને પીએમ મોદીનો આભાર માન્યો
અનુપમ ખેરની પોસ્ટ
બોલીવુડ એક્ટર અનુપમ ખેરે પણ ઓપરેશન સિંદૂર પર પોસ્ટ કરી, એક્ટરે લખ્યું, ‘ભારત માતાકી જય’