Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: વેકેશન પહેલા જ બ્લડ કેમ્પ યોજ્યો, બ્લડ બેંકનું બેલેન્સ ખોરવાઈ નહીં જાય તે માટે
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » વેકેશન પહેલા જ બ્લડ કેમ્પ યોજ્યો, બ્લડ બેંકનું બેલેન્સ ખોરવાઈ નહીં જાય તે માટે

Gujrat

વેકેશન પહેલા જ બ્લડ કેમ્પ યોજ્યો, બ્લડ બેંકનું બેલેન્સ ખોરવાઈ નહીં જાય તે માટે

THE PRIME NEWS NETWORK
Last updated: October 28, 2024 5:47 am
THE PRIME NEWS NETWORK
Share
વેકેશન પહેલા જ બ્લડ કેમ્પ યોજ્યો, બ્લડ બેંકનું બેલેન્સ ખોરવાઈ નહીં જાય તે માટે
SHARE

:

સુરત શહેરમાં વિવિધ રક્તદાન બેંક કામગીરી કરી રહી છે પરંતુ તેમનું સરવૈયું જોવામા આવે તો વેકેશન દરમિયાન આ બ્લડ બેંકમાં બેલેન્સ ઘણું જ ઓછું થઈ જતું હોય છે. આ ઓછા બેલેન્સ ના કારણે વેકેશન દરમિયાન લોહીની જરૂર વાળા આવતા  દર્દીઓને લોહી માટે મુશ્કેલી પડે છે. વેકેશન દરમિયાન લોકો બહાર ફરવા જતાં હોય બ્લડ ડોનેશન કેમ્પ ઓછા થાય છે તેના કારણે મુશ્કેલી પડે છે. જોકે, આ વર્ષે પણ બ્લડ બેંક અને કેટલીક સામાજિક સંસ્થાઓએ પાણી પહેલા પાળ બાંધી ને  વેકેશન પહેલા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. જોકે, આ રક્ત પૂરતું નથી પરંતુ બ્લડ બેંક નું બેલેન્સ થોડું વધે છે તેવો પ્રયાસ કર્યો છે.

વેકેશનમાં બ્લડ બેંકનું બેલેન્સ ખોરવાઈ નહીં તે માટે વેકેશન પહેલા જ કેટલીક સંસ્થાઓએ યોજ્યો બ્લડ કેમ્પ 2 - image

સુરતમાં હાલ દિવાળીનો માહોલ છે અને દિવાળી વેકેશન ઘણી જગ્યાએ શરૂ થઈ ગયું છે અને કેટલીક જગ્યાએ હવે નજીકના દિવસોમાં વેકેશન પડશે. સુરતમાં દિવાળી વેકેશન દરમિયાન સુરત અડધુ ખાલી થઈ જતું હોય છે તેના કારણે સુરતમાં રક્તદાન કેમ્પ ની સંખ્યા નહીવત જેવી થઈ જાય છે. વેકેશન દરમિયાન  મોટાભાગના લોકો બહારગામ ફરવા કે વતન ગયા હોવાથી રક્તદાન પર અસર જોવા મળી રહી છે. આમ તો સુરતીઓ  રક્તદાનમાં પણ હંમેશા અગ્રેસર રહ્યા છે. પરંતુ હાલમાં દિવાળી વેકેશન દરમિયાન તેઓ ફરવા જતાં હોવાથી દર વર્ષે રક્તદાન કેન્દ્રમાં લોહીની અછત જોવા મળે છે. આવી સ્થિતિમાં કોઈ જરુરતમંદનો જીવ નહી જાય તે માટે કેટલીક સંસ્થાઓ સાથે મળીને બ્લક બેંક આગોતરું આયોજન કરે છે અને તેમાં થોડી સફળતા પણ મળે છે.

વેકેશનમાં બ્લડ બેંકનું બેલેન્સ ખોરવાઈ નહીં તે માટે વેકેશન પહેલા જ કેટલીક સંસ્થાઓએ યોજ્યો બ્લડ કેમ્પ 3 - image

આવી સ્થિતિ નિવારવા માટે દિવાળી પહેલાના રવિવારે દર  વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરનારા સેલર યુથ ક્લબ ના આશિષ સેલર કહે છે, અમે ગુરુકૃપા વિદ્યાલય સાથે મળીને રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ. તેમાં વધુને વધુ લોકો રક્તદાન કરે અને વેકેશન દરમિયાન દર્દીઓને લોહીની અછત ન પડે તેવો પ્રયાસ કરીએ છીએ. સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમથી આ કેમ્પ અંગે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો તેના કારણે લોકોમાં વધુ જાગૃતિ આવી છે અને આ કેમ્પમાં  20 થી વધુ શિક્ષિકાઓએ  રક્તદાન કરી સશક્તિકરણનો સંદેશો આપ્યો છે. આ ઉપરાંત કેમ્પમાં 25 થી વધુ દાતા એવા હતા જેઓએ 100થી વધુ વખત રક્તદાન ક4યું છે તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

વેકેશનમાં બ્લડ બેંકનું બેલેન્સ ખોરવાઈ નહીં તે માટે વેકેશન પહેલા જ કેટલીક સંસ્થાઓએ યોજ્યો બ્લડ કેમ્પ 4 - image

સુરતની આ સંસ્થા ઉપરાંત ધોડદોડ રોડ પર જૈન સમાજ દ્વારા પણ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જ્યારે ઝઘડિયા ખાતે, સચિન ખાતે અને યુનિવર્ત સીટી રોડ પર પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થાઓએ વેકેશન પહેલા બ્લડ કેમ્પ નું આયોજન કરીને બ્લડ બેંક ની ચિંતા થોડી ઓછી કરી છે પરંતુ તે પૂરતી ન હોવાથી હવે વેકેશન દરમિયાન બ્લડની જરૂર પડે તો દાતા નો ઉપયોગ  કરવામાં માટેની તૈયારી પણ બ્લડ બેંક કરી રહી છે.

વેકેશનમાં ફરવા જવા પહેલા રક્તદાન કરવા માટે શહેરની બ્લડ બેંકની અપીલ

દિવાળી વેકેશન દરમિયાન રક્ત ની અછત ના સર્જાય તથા વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા શહેરની તમામ રક્તદાન બેંક દ્વારા આયોજન કરવામાં આવે છે તેના ભાગ રુપે દિવાળી પહેલાં વિવિધ સંસ્થાઓ સાથે બ્લડ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે.  

સુરત શહેરમાં ૧૯૭૬ થી સુરત શહેર તેમજ જિલ્લાની હોસ્પિટલોમાં દાખલ થયેલ જરૂરિયાતમંદ દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાવાળું લોહી પુરૂં પાડનાર સુરત રક્તદાન કેન્દ્રના  નિતેષ મહેતા રક્તદાતાઓને અપીલ કરતા કહે છે,  દિવાળીના તહેવારો અને વેકેશનમાં માહોલને પરિણામે સ્વૈચ્છિક રક્તદાન શિબિરોનાં આયોજન ખૂબ જ ઓછા પ્રમાણમાં થતાં હોય છે જેને લીધે રક્તના વિવિધ ગ્રુપ ની અછત જોવા મળતી હોય છે. જરૂરિયાત મંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે અને લોહીની અછત અને સંપૂર્ણપણે નિવારી શકાય તે હેતુસર કેમ્પના આયોજન કરવા સાથે જે રક્તદાતાઓ બહાર ફરવા જતા હોય તેઓએ રક્તદાન કરીને ફરવા જવા માટે અપીલ કરી છે.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article મોબાઇલ ચોરી કરનાર વિક્ટર ચોકડીથી શખ્સ હનુમંત હોસ્પિટલમાંથી ઝડપાયો મોબાઇલ ચોરી કરનાર વિક્ટર ચોકડીથી શખ્સ હનુમંત હોસ્પિટલમાંથી ઝડપાયો
Next Article સુરતમાં ઈકનોમીલ ઉજવણી: જરૂરતમંદોને મળી આર્થિક મદદ સુરતમાં ઈકનોમીલ ઉજવણી: જરૂરતમંદોને મળી આર્થિક મદદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

markdown
પી.ટી.જાડેજા સામે વ્યાજખોરીનો ગુનો દાખલ, ચૂંટણી વખતે ગુજરાતમાં ચર્ચામાં રહ્યા હતા
Gujrat

markdown પી.ટી.જાડેજા સામે વ્યાજખોરીનો ગુનો દાખલ, ચૂંટણી વખતે ગુજરાતમાં ચર્ચામાં રહ્યા હતા

Rajkot News | રાજકોટમાં દોઢસો ફૂટ રીંગરોડ પર બીગબજાર પાસે આશાપુરા ફાયનાન્સ નામની પેઢી ધરાવતા ક્ષત્રિય આગેવાન પ્રવિણસિંહ ટપુભા જાડેજા…

1 Min Read
ગુજરાતી સમાચાર: પાટણની બે બાળકીઓ તળાવમાં ડૂબી મૃત, કપડાં ધોવા માટે આવી હતી
Gujrat

ગુજરાતી સમાચાર: પાટણની બે બાળકીઓ તળાવમાં ડૂબી મૃત, કપડાં ધોવા માટે આવી હતી

લોલાડા ગામમાં દુઃખદ ઘટના, બે બાળકીઓનું તળાવમાં ડૂબીને મોત: પાટણ જિલ્લાના શંખેસ્વર તાલુકાના લોલાડા ગામમાં ભયંકર ઘટના બની છે. નાયક…

1 Min Read
ગુજરાતી સ્ટાઇલ અને SEO-ફોકસ્ડ ટાઈટલ: ફિઝિયોથેરાપીનો વિદ્યાર્થી રાત્રે સૂતો, સવારે વાંકો થયો ફિઝિયોથેરાપીનો વિદ્યાર્થી રાત્રે સૂતો, સવારે વાંકો થયો
Gujrat

ગુજરાતી સ્ટાઇલ અને SEO-ફોકસ્ડ ટાઈટલ: ફિઝિયોથેરાપીનો વિદ્યાર્થી રાત્રે સૂતો, સવારે વાંકો થયો ફિઝિયોથેરાપીનો વિદ્યાર્થી રાત્રે સૂતો, સવારે વાંકો થયો

વડોદરાના પવલેપુર વિસ્તારમાં ફિઝિયોથેરાપીનો વિદ્યાર્થી મૃત દેખાયો. પોલીસ તપાસ કરી રહી છે. અક્ષય રામજીભાઈ ચૌધરી (૧૯ વર્ષ) રાજસ્થાનમાં ફિઝિયોથેરાપીનો અભ્યાસ…

1 Min Read
જુનાગઢ: વેસ્ટર્ન રેલવેએ સાબરમતી અને સુલ્તાનપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે.   Specifically, the sentence is rephrased using words like 'જુનાગઢ:', 'વેસ્ટર્ન રેલવેએ', 'સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે', which are commonly used in Gujarati news headlines. The focus is on providing a concise and informative headline that is optimized for search engines.
Gujrat

જુનાગઢ: વેસ્ટર્ન રેલવેએ સાબરમતી અને સુલ્તાનપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. Specifically, the sentence is rephrased using words like ‘જુનાગઢ:’, ‘વેસ્ટર્ન રેલવેએ’, ‘સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે’, which are commonly used in Gujarati news headlines. The focus is on providing a concise and informative headline that is optimized for search engines.

પશ્ચિમ રેલવે એ અત્યાર સુધીમાં સાબરમતી અને સુલ્તાનપુર વચ્ચે વેગવાન ખાસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સફર સમય…

1 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?