Sign In
  • INDIA
  • GUJARAT
The Prime News Network
  • Home
  • Top Story
  • Science
  • Politics
  • Market
  • Health
  • Entertainment
  • Jobbs
  • Search
Reading: IPL-2025 : દિલ્હી-હૈદરાબાદની મેચ વરસાદમાં ધોવાઈ, બંને ટીમેને 1-1 પોઈન્ટ, SRH પ્લેઓફની રેસમાંથી બહાર
Share
The Prime News NetworkThe Prime News Network
Font ResizerAa
Search
Have an existing account? Sign In
Follow US
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.

Home » IPL-2025 : દિલ્હી-હૈદરાબાદની મેચ વરસાદમાં ધોવાઈ, બંને ટીમેને 1-1 પોઈન્ટ, SRH પ્લેઓફની રેસમાંથી બહાર

Sports

IPL-2025 : દિલ્હી-હૈદરાબાદની મેચ વરસાદમાં ધોવાઈ, બંને ટીમેને 1-1 પોઈન્ટ, SRH પ્લેઓફની રેસમાંથી બહાર

THE PRIME NEWS NETWORK
Last updated: May 5, 2025 6:15 pm
THE PRIME NEWS NETWORK
Share
IPL-2025 : દિલ્હી-હૈદરાબાદની મેચ વરસાદમાં ધોવાઈ, બંને ટીમેને 1-1 પોઈન્ટ, SRH પ્લેઓફની રેસમાંથી બહાર
SHARE

Contents
IPL 2025 SRH vs DC: વરસાદે હૈદરાબાદની ટીમની પ્લેઓફની આશાઓ પર પાણી ફેરવ્યુંમેચમાં દિલ્હીનું ફ્લોપ પ્રદર્શનહૈદરાબાદની ટીમ માટે વરસાદ બન્યું વિલેન

IPL 2025 SRH vs DC: વરસાદે હૈદરાબાદની ટીમની પ્લેઓફની આશાઓ પર પાણી ફેરવ્યું

IPL 2025 માં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 133 રન બનાવ્યા હતા. જે પછી વરસાદને કારણે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ બેટિંગ કરવા માટે મેદાનમાં આવી શકી નહીં અને મેચ રદ જાહેર કરવામાં આવી. આ સાથે, હૈદરાબાદની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

મેચમાં દિલ્હીનું ફ્લોપ પ્રદર્શન

પહેલા બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સ ટીમની શરૂઆત ખરાબ રહી. ટીમે પાવર પ્લેમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. સ્ટાર બેટર કરુણ નાયર ખાતું ખોલાવી શક્યો નહોતો. ફાફ ડુ પ્લેસિસ ત્રણ રન જ્યારે અભિષેક પોરેલ 10 બોલમાં ફક્ત 8 રન જ બનાવી શક્યો હતો. કેપ્ટન અક્ષર પટેલે 7 બોલમાં 6 રન અને કેએલ રાહુલ 10 રન બનાવીને આઉટ થયા હતા. દિલ્હી તરફથી સૌથી વધુ ટ્રિસ્ટન સ્ટબસે અણનમ 41 રન અને આશુતોષ શર્માએ 26 બોલમાં 41 રન બનાવ્યા હતા.

આ પણ વાંચોઃ તું નીડર થઈને રમે છે, શૈલી બદલવાની જરૂર નથી: સૌરવ ગાંગુલીએ વૈભવ સૂર્યવંશીની પીઠ થાબડી

હૈદરાબાદની ટીમ માટે વરસાદ બન્યું વિલેન

આજની મેચમાં હૈદરાબાદની ટીમ માટે વરસાદ વિલેન સાબિત થયું છે. પ્લેઓફ્સની રેસમાં પોતાને બનાવી રાખવા માટે હૈદરાબાદની ટીમને આજની મેચમાં જીતની જરૂર હતી. એમ પોતાને રેસમાં બનાવી રાખવા માટે SRHના ખેલાડીઓએ આજે સારું પ્રદર્શન કર્યું હતું. દિલ્હી કેપિટલ્સ ટીમે પાવર પ્લેમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ ત્રણેય વિકેટ પેટ કમિન્સે લીધી હતી. દિલ્હીની ટીમનું બેટિંગ લાઇનઅપ હૈદરાબાદની બોલિંગ સામે નિષ્ફળ ગયું હતું. દિલ્હીની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 133 રન જ બનાવી શકી હતી. જે હૈદરાબાદની ટીમ માટે સરળ ટાર્ગેટ સાબિત થયું હોત. જો કે, વરસાદે હૈદરાબાદની બાજી બગાડી દીધી હતી.

Reference

Subscribe to Our Newsletter
Subscribe to our newsletter to get our newest articles instantly!
Share This Article
Email Copy Link Print
Previous Article Chidiya Poster Out: Poetic Tribute to Childhood Dreams Set to Release on May 23 Chidiya Poster Out: Poetic Tribute to Childhood Dreams Set to Release on May 23
Next Article Shingles Vaccine Reduces Heart Disease Risk for Up to Eight Years, Study Finds Shingles Vaccine Reduces Heart Disease Risk for Up to Eight Years, Study Finds
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચે ફેર શરમજનક રમત બાદ ગુજરાત ટાઇટન્સ ના કપ્તાન શુભમન ગિલે આપેલા નિવેદનમાં ટીમના સ્વરૂપ અને કપ્તાન રિષભ પંતની રમત વિશેની ટીપ્પણીઓની સમીક્ષા અને ઉચ્ચાર કર્યા હતા.
Sports

ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચે ફેર શરમજનક રમત બાદ ગુજરાત ટાઇટન્સ ના કપ્તાન શુભમન ગિલે આપેલા નિવેદનમાં ટીમના સ્વરૂપ અને કપ્તાન રિષભ પંતની રમત વિશેની ટીપ્પણીઓની સમીક્ષા અને ઉચ્ચાર કર્યા હતા.

IPL 2025માં સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ લખનઉ સુપર જાયન્ટ્સને મળેલ હાર પછી કેપ્ટન રિષભ પંતે કહ્યું કે ઈજાઓએ ખેલાડીઓના બદલીને ટીમને…

2 Min Read
ઈપીએલના 16માં સિઝનનો શેડ્યૂલ અને સ્થળ જાહેર,    ફાઈનલ અમદાવાદમાં થવાની શક્યતા
Sports

ઈપીએલના 16માં સિઝનનો શેડ્યૂલ અને સ્થળ જાહેર, ફાઈનલ અમદાવાદમાં થવાની શક્યતા

ફરી શરૂ થશે IPL, 4 વેન્યૂ પર રમાશે મેચ, ફાઈનલ અમદાવાદ ખાતે નિશ્ચિત મુંબઈ, 3 કલાક પહેલા આવતા અઠવાડિયાથી ફરી…

3 Min Read
MI Vs GT: ગુજરાતે મુંબઈને હરાવ્યું, શુભમન ગિલનું શાનદાર પ્રદર્શન
Sports

MI Vs GT: ગુજરાતે મુંબઈને હરાવ્યું, શુભમન ગિલનું શાનદાર પ્રદર્શન

IPL 2025: ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઇન્ડિયન્સને 3 વિકેટથી હરાવ્યા, પ્લેઓફની નજીક પહોંચ્યા IPL 2025 ની 56મી મેચમાં, ગુજરાત ટાઇટન્સે મુંબઈ…

3 Min Read
વિરાટે કહ્યું - હું ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવા માગું છું: BCCI એ કહ્યું, તમે હજુ એકવાર વિચારો; રોહિત-વિરાટે 10 મહિના પહેલાં T-20માંથી સાથે નિવૃત્તિ લીધી હતી
Sports

વિરાટે કહ્યું – હું ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવા માગું છું: BCCI એ કહ્યું, તમે હજુ એકવાર વિચારો; રોહિત-વિરાટે 10 મહિના પહેલાં T-20માંથી સાથે નિવૃત્તિ લીધી હતી

7 કલાક પેહલાકૉપી લિંકવિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. તેણે આ માહિતી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને…

2 Min Read
The Prime News Network

News

  • Privacy Policy
  • Terms & Conditions
  • Cookie Policy
  • Copyright Policy

Country

  • Innovate
  • Gadget
  • PC hardware
  • Review
  • Software

Culture

  • Stars
  • Screen
  • Culture
  • Media
  • Videos

© The Prime News Network. Developed By TurtleSoft Solution. All Rights Reserved.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?