ગુજરાત બોર્ડે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કર્યા છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું પરિણામ 93.07 ટકા આવ્યું છે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જોઈ શકે છે.
### વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ જાહેર
ગુજરાત બોર્ડની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 1,11,223 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી 1,10,395 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. નિયમિત વિદ્યાર્થીઓમાંથી 83,987 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેનું પરિણામ 83.51 ટકા છે.
### ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર
ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 3,64,485 નિયમિત વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી 3,62,506 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. 3,37,387 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેનું પરિણામ 93.07 ટકા છે. રિપીટર વિદ્યાર્થીઓમાંથી 45.36 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.
### ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ અહીં જુઓ
વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જોઈ શકે છે.
### ધોરણ 12 સામાન્ય પ્રવાહના કેટલા વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં કુલ 4,23,909 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં 3,64,859 નિયમિત વિદ્યાર્થીઓ, 22,652 રિપીટર વિદ્યાર્થીઓ, 4,031 આઈસોલેટેડ વિદ્યાર્થીઓ અને 24,061 ખાનગી વિદ્યાર્થીઓ હતા.
### ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં કુલ 1,11,38 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં 1,00,813 નિયમિત વિદ્યાર્થીઓ, 10,476 રિપીટર વિદ્યાર્થીઓ અને 95 આઈસોલેટેડ વિદ્યાર્થીઓ હતા.
### ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ અહીં જુઓ
વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જોઈ શકે છે. માર્કશીટ, પ્રમાણપત્ર અને SR શાળા વાર મોકલવામાં આવશે. ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની સૂચનાઓ પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે.